દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ અરબપતિની સંપત્તિમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. એલોન મસ્કથી લઇને બિલ ગેટ્સ અને જેફ બેજોસ સુધી તમામની સંપત્તિમાં વધ ઘટ થઇ છે. સૌથી વધુ નુકસાન મસ્કને થયુ છે. 24 કલાકમાં તેમની સંપત્તિમાંથી 71.2 અરબ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ સૌથી વધુ નુકસાન બર્નાર્ડ અર્નોલ્ટને થયુ છે. તો આ સિવાય Oracleના કો-ફાઉન્ડર લૈરી એલિસને Amazonના જેફ બેજોસને પાછળ મુકીને ત્રીજા નંબર પર સ્થાન જમાવ્યુ છે.


માત્ર 24 જ કલાકમાં કરોડોનું નુકસાન

બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ અનુસાર લૈરી એલિસનની સંપત્તિમાં 24 કલાકમાં $10.3 અરબ એટલે કે 86 હજાર કરોડનો વધારો થયો છે. જેમની કુલ સંપત્તિ હવે $246 અરબ થઇ ગઇ છે. તેમની સંપત્તિમાં આ વર્ષે $54.2 અરબનો વધારો કરાયો છે. તો જેફ બેજોસની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમને $672 મિલિયનનું નુકસાન થયુ છે. તેમની કુલ સંપત્તિ $241 અરબ થઇ છે. અને તેઓ ચોથા સ્થાને આવ્યા છે. આ ઉતાર-ચઢાવમાં એલોન મસ્કનું સ્થાન કોઇ હલાવી શક્યુ નથી. ટેસ્લાના શેરોમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમની કુલ સંપત્તિમાં $10.7 અરબનો વધારો થયો છે. અને નેટવર્થમાં $361 અરબ પર પહોંચી છે. આ વર્ષે તેમને $71.2 અરબનું નુકસાન થયુ છે.

ભારતીય અરબપતિ કયા સ્થાને?

ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ યાદીમાં 16માં સ્થાને છે. તેમની કુલ સંપત્તિ $111 અરબ છે. તો ગૌતમ અદાણી પાસે $85.2 અરબની સંપત્તિ છે. અને તેઓ 20માં સ્થાને છે. વર્તમાન સમયમાં શેયરમાં હલચલ, ટેક્નોલોજીની સરળતા અને શેયર માર્કેટમાં તેજી મંદીના કારણે આ યાદીમાં ઉતાર ચઢાવ જોઇ શકાય છે. 

  • Follow us on: