બાંગ્લાદેશની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. ઘરેલુ ટેક્સટાઈલ મિલર્સે ચેતવણી આપી છે કે જો સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં યાર્નની ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટની સુવિધા નહીં આપે તો 1 ફેબ્રુઆરીથી દેશભરની સ્પિનિંગ યૂનિટસનું ઉત્પાદન ઠપ્પ કરી દેવામાં આવશે.

વર્ષોથી ભારતમાંથી કોટન યાર્ન બાંગ્લાદેશમાં જાય છે

આ સંકટ ત્યારે સામે આવ્યું જ્યારે બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયે NBRને બોન્ડેડ વેરહાઉસ સિસ્ટમ હેઠળ ઈમ્પોર્ટેડ યાર્ન પર ડ્યુટી-ફ્રી સુવિધા સ્થગિત કરવાની ભલામણ કરી. સરકારનું માનવું છે કે ડ્યુટી-ફ્રી યાર્નના ઈમ્પોર્ટથી ઘરેલુ સ્પિનિંગ મિલોકને ભારે નુકસાન થયું છે. ત્યારે ગારમેન્ટ નિર્માતા વર્ષોથી ભારતમાંથી કોટન યાર્ન અને ચીન પાસેથી પોલિએસ્ટર યાર્ન આયાત કરતા રહ્યા છે, કારણ કે તે સસ્તા અને સારી ગુણવતાના છે. ઘરેલુ મિલર્સનું કહેવું છે કે ભારત અને ચીન પાસેથી મોટા પ્રમાણમાં યાર્ન આયાત કરવાના કારણે સ્થાનિક ઉદ્યોગ મોટા નાણાકીય સંકટમાં ફસાઈ ગયા છે.

સ્પિનિંગ મિલોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા સુધી ઘટી ગઈ

છેલ્લા 3-4 મહિનામાં ગેસ સંકટના કારણે બાંગ્લાદેશના કપડા ઉદ્યોગને લગભગ 2 અરબ ડોલરનું નુકસાન થયું છે. ગેસની અછત, અનિયમિત પૂરવઠો અને વધતી કિંમતોના કારણે ઘણી સ્પિનિંગ મિલોની ઉત્પાદન ક્ષમતા 50 ટકા સુધી ઘટી ગઈ છે. તેમ છતાં સરકાર તરફથી ના તો ગેસ પર સબસિડી મળી રહી છે કે ના કોઈ આર્થિક મદદ મળી રહી છે. બાંગ્લાદેશ ટેક્સટાીલ મિલ્સ એસોસિએશન મુજબ સસ્તા ભારતીય યાર્નથી બજાર છલકાઈ ગયું છે, 12,000 કરોડ રૂપિયાથી વધુનો સ્ટોક ઠલવાઈ ગયો છે. અત્યાર સુધી મિલો બંધ થઈ ચૂકી છે જેનાથી હજારો શ્રમિક બેરોજગાર બન્યા છે.

બાંગ્લાદેશ ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશનની સરકાર પાસે માગ છે કે 10-30 કાઉન્ટ કોટન યાર્ન પર ડ્યુટી-ફ્રી આયાત સુવિધા પૂર્ણ કરવામાં આવે. ગેસ પર સબસિડી નક્કી કરવામાં આવે. VATમાં અસ્થાયી રાહત આપવામાં આવી. બેન્ક લોન પર વ્યાજદર ઘટાડવામાં આવે. સરકારી આંકડા મુજબ 2025માં બાંગ્લાદેશે લગભગ 70 કરોડ કિલો યાર્ન આયાત કર્યું, જેની પર લગભગ 2 અરબ ડોલર ખર્ચ થયા. જેમાંથી 78 ટકા યાર્ન ભારતથી આવ્યું છે.

બાંગ્લાદેશ ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશને ચેતવણી આપી છે કે જો 1 ફેબ્રુઆરીથી સ્પિનિંગ યૂનિટર્સ બંધ થઈ તો લગભગ 10 લાખ નોકરીઓ જોખમમાં મુકાશે. જેનાથી સામાજિક અશાંતિની આશંકા છે. અંતરિમ સરકારને આ ચેતવણી આપવામાં આવી છે કે અત્યાર સુધી VATમાં રાહતની જાહેરાત કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : Knowledge: Board of Peaceમાં કયા દેશોનો સમાવેશ થશે, સંગઠન સંયુક્ત રાષ્ટ્રની સરખામણીમાં કેટલું શક્તિશાળી?