દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, સ્પેસએક્સ અને ટેસ્લા કંપનીના સીઇઓ નવી ઉપલબ્ધિ મેળવવા જઇ રહ્યા છે.હાલ મસ્કની પાસે 485.8 બિલિયન ડોલરની સંપત્તિ છે. જલ્દી જ આ સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આની પાછળનું કારણ છે મસ્કની સેલરી પેકેજમાં વધારો. ટેસ્લાના શેરધારકોએ સીઇઓ એલન મસ્ક માટે એક મોટાં વેતન પેકેજને મંજૂરી આપી છે. જેનાથી મસ્ક દુનિયાના પહેલા ખરબપતિ બની શકે છે. એક રિપોર્ટ પ્રમાણે જો કંપનીએ ટાર્ગેટ પૂરો કરી લીધો તો મસ્કનુ પેકેજ વધારી દેવામાં આવશે.

સ્ટોક આધારિત વળતર યોજનાની તરફેણમાં કર્યુ મતદાન

ટેસ્લાની વાર્ષિક શેરધારક બેઠકમાં 75 ટકાથી પણ વધારે શેરધારકોએ મસ્કના સ્ટોક આધારિત વળતર યોજનાની તરફેણમાં મતદાન કર્યું, જેમાં તેમની પાસે હાજર 15 ટકામની ભાગીદારી સામેલ નહોતી. પરિણામો જાહેર થતાં જ રૂમ ખુશીઓ અને નારાઓથી ગુંજી ઉઠ્યો. રિપોર્ટ અનુસાર, મતદાન પછી મસ્કે શેરધારકોને કહ્યું, હું તેમની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે શેરધારકો અને ટેસ્લાના બોર્ડનો તેમના સમર્થન બદલ આભાર માન્યો.

મસ્ક કોઇ પગાર નથી લેતા

તમને જણાવી દઈએ કે મોટાભાગના સીઈઓથી વિપરીત, મસ્ક કોઈ પગાર લેતા નથી. તેમનું વળતર સંપૂર્ણપણે સ્ટોક ઓપ્શન્સમાંથી આવે છે, અને આ નવું પેકેજ તેમને આગામી દાયકામાં 423.7 મિલિયન ટેસ્લા શેર આપી શકે છે,એટલે કે કંપનીના બજાર મૂલ્ય 8.5 ટ્રિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચી શકો છે, તો આ લગભગ 1 ટ્રિલિયન અમેરિકી ડોલરની સંભવિત ચુકવણી હશે.