શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું શિખર સંમેલન માત્ર એક બેઠક નહી પણ વિશ્વના સમીકરણને બદલવાની તૈયારી હતી. જ્યારે ભારત અને ચીનના રાષ્ટ્રપ્રમુખ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા ત્યારે પરિસ્થિતિઓ તુરંત બદલાઇ હતી.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું શિખર સંમેલન માત્ર એક બેઠક નહી પણ વિશ્વના સમીકરણને બદલવાની તૈયારી હતી. જ્યારે ભારત અને ચીનના રાષ્ટ્રપ્રમુખ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા ત્યારે પરિસ્થિતિઓ તુરંત બદલાઇ હતી.
સૌથી વધુ પરેશાન અમેરિકાના રાજકીય વિશ્લેષકો હતા. વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને વર્તમાન પરિસ્થિતિમાં તાત્કાલિક અમેરિકા છોડી દેવાની સલાહ આપી છે. ચીન તેના કરતાં વધુ સારો આર્થિક ભાગીદાર સાબિત થઈ શકે છે. યુએન સેક્રેટરી જનરલના ભૂતપૂર્વ સલાહકાર જેફરી સૅક્સે જેનેથ જેકબ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ ગેરબંધારણીય અને આર્થિક રીતે નુકસાનકારક છે. વર્તમાન પરિસ્થિતિમાં, તેમણે સલાહ આપી હતી કે ભારતે ક્વાડ સંગઠન છોડી દેવું જોઈએ અને બ્રિક્સ સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ.
અમેરિકા એક એવો દેશ છે જે વિચારધારાને કારણે પોતાના સાથી નથી બનાવતો. પરંતુ તે આર્થિક લાભ અને પોતાના ફાયદા માટે તેમને પોતાની સાથે રાખે છે. જ્યાં સુધી અમેરિકાને ફાયદો થાય છે. ત્યાં સુધી તે ભાગીદારી જાળવી રાખે છે અને પછી તેમને છોડી દે છે. ભારત પર લાદવામાં આવેલા કડક ટેરિફનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું છે કે, ટ્રમ્પ વહીવટ દરમિયાન આ આદત વધુ સારી રીતે ખુલ્લી પડી છે. જેફરી સૅક્સે પણ લગભગ આ જ વાત કહી છે. તેમણે અગાઉ પણ કહ્યું છે કે અમેરિકા ભારતનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કરી રહ્યું છે, તે ક્યારેય તેને આગળ વધતું જોઈ શકતું નથી.