ચીને ભારત માટે નિકાસના માર્ગ પર લાદેલા પ્રતિબંધો હટાવી દિધા છે. આ પરિવર્તન બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી મુલાકાત બાદ જોવા મળ્યુ છે. ટ્ર્મ્પની ટેરિફ નીતિઓથી પ્રભાવિત થયેલા ભારત-ચીનના સંબંધો મજબૂતીથી આગળ વધી રહ્યા છે. જે ડૉનાલ્ડ ટ્ર્મ્પ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ચીન અને ભારત વચ્ચે મજબૂત શરૂઆત

ચીને ભારતના એક્સપોર્ટ પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. જેમાં ઉર્વરક, રેયર અર્થ મિનરલ્સ, મૈગ્નેટ અને ટનલ બોરિંગ મશીન પર લગાવેલી રોક હટાવી લીધી છે. આ પ્રતિબંધ હટાવ્યા બાદ ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધો આગળ વધશે અને નવી દિશા પ્રાપ્ત કરશે તે અંગે આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે મુલાકાત થઇ હતી. બેઠક બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ હતુ કે, ચીને ભારતની માગ પર કામ કરવાનું શરુ કર્યુ છે. આ પગલા બન્ને દેશ વચ્ચેના વેપારી સબંધોની નવી શરૂઆત માનવામાં આવી રહ્યા છે. ચીન અને ભારતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બન્ને દેશ સાથે મળીને કામ કરશે તો મુશ્કેલીઓને ઓછી કરાશે. અને સ્થિરતા પણ લાવી શકાશે.

ટ્રમ્પ માટે વધી શકે છે મુશ્કેલીઓ

ટ્રમ્પની ટેરિફ વોર દુનિયા માટે મુસીબત પેદા કરી રહી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ જોવા મળી રહી છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકા ઇચ્છે છે કે, ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે અને વધુમાં વધુ વેપાર અમેરિકા સાથે જ કરે. રશિયા પર દબાણ વધારવા માટે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. હવે આ બધાની વચ્ચે ચીન અને ભારત એકત્ર આવ્યા છે. અને પ્રતિબંધ હટાવ્યા છે. આ પ્રતિબંધ હટતાની સાથે જ ટેરિફની અસર ઓછી થતી જોવા મળશે. ચીને ભારત સાથે સંબંધો સુધારવા માટે વીઝા નિયમો હળવા કર્યા છે. અને કૈલાશ માનસરોવર યાત્રા માટે સીધી ફ્લાઇટની શરૂ કરી છે. પીએમ મોદી શંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જશે. પીએમ મોદી 7 વર્ષ બાદ ચીનની યાત્રા કરશે. જો આ બધાની વચ્ચે ભારત અને ચીનના સંબંધો વધુ મજબૂત થશે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલીઓ વધી શકે છે.