ભારત અને ચીન વચ્ચે બોર્ડર ટ્રેડ ફરી શરુ કરવાની સંભવાના છે. બન્ને દેશ સરહદ પર વેપારી પોઇન્ટ ખોલવા માટે વિચાર કરી રહ્યા છે. આ પ્રકારના પગલાઓ તણાવ ઓછો કરવા માટે ઉત્તમ સાબિત થઇ શકે છે. વર્ષ 2019માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની યાત્રાએ આવ્યા હતા. અને હવે પીએમ મોદી ચીન પ્રવાસે જવાની શક્યતાઓ પ્રબળ થતી જોવા મળી રહી છે.
સંવાદ અને સમન્વય વધારવાનો પ્રયત્ન
ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષથી સ્થગિત બોર્ડર ટ્રેડ ફરી શરુ થવાની સંભાવના છે. બન્ને દેશ સ્થાનિક ઉત્પાદનોના આદાન-પ્રદાન માટે સીમા પર નક્કી કરાયેલા વેપારી પોઇન્ટ ફરી ખોલવાવાનો વિચાર કરી રહ્યા છે. બન્ને દેશે તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, બીજિંગ આ મામલે ભારત સાથે સંવાદ અને સમન્વય વધારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. તો આ તરફ ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
ભારત અને ચીન આમને-સામને
3 દશક સુધી ભારત અને ચીન વચ્ચે મસાલા, કાલીન, લાકડીના ફર્નિચર, માટીના વાસણો, ઔષધિય છોડ, ઇલેક્ટ્રીક સામાનનો વેપાર હતો. કોવિડ બાદ આ વેપાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો હતો. અને બાદમાં, ગલવાન ઘાટીમાં હિંસક હુમલો બાદ બન્ને દેશ વચ્ચેના સંબંધો સંપૂર્ણ રીતે ખત્મ થવાની અણીએ હતા. પરંતુ હમણા જે SCO એટલે કે શાંઘાઇ કો-ઓર્પોરેશન ઓર્ગનાઇઝેશન યોજાવાની છે. તેમાં ભારત અને ચીન આમને-સામને આવશે. અને જુના સંબંધો ફરી સુવાળા થશે. તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. પીએમ મોદી સાત વર્ષ ચીનના પ્રવાસે જશે. આ એક આર્થિક પહેલ નહી પણ રાજનૈતિક સંદેશ છે.