ભારત અને યુરોપીય સંઘની વચ્ચે આખરે ફ્રી વેપાર કરાર (FTA)ને લઈને ડિલ થઈ ગઈ છે. ઈયુ અને ભારતની વચ્ચે તેને લઈને લગભગ 18 વર્ષથી વાતચીત ચાલી રહી હતી, જે હવે સફળ થઈ ગઈ છે. તેને મધર ઓફ ઓલ ડિલ પણ કહેવામાં આવી રહી છે. આ કરારને લઈ વાતચીત 2007માં શરૂ થઈ હતી. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ ઐતિહાસિક કરારની ઔપચારિક જાહેરાત મંગળવારે કરવામાં આવશે, જ્યારે અંતિમ હસ્તાક્ષર કાયદાકીય પ્રક્રિયાઓને પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.


દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા અવસર ઉભા કરશે

સચિવ રાજેશે જણાવ્યું કે કરારના ટેક્સ્ટની લીગલ સ્ક્રબિંગમાં 5થી 6 મહિનાનો સમય લાગશે, ત્યારબાદ બંને પક્ષ આ કરાર પર સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરશે. સરકારનું અનુમાન છે કે આગામી વર્ષથી આ FTA લાગુ થઈ શકશે. આ કરાર ભારત અને યુરોપીય સંઘની વચ્ચે આર્થિક સહયોગને વધારવા માટે સંતુલિત અને ફ્યુચર ઓરિએન્ટેન્ડ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા અવસર ઉભા કરી બંને અર્થવ્યવસ્થાઓને જોડવાનો છે.

FTAથી બંનેની રણનીતિક ભાગીદારી મજબૂત થશે

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ડીલથી ભારતના નિકાસકારો, ઉદ્યોગો અને રોકાણકારોને યૂરોપીયન બજારમાં સારી પહોંચ મળશે, ત્યારે યૂરોપીયન કંપનીઓને પણ ભારતની તેજીથી વધતા ગ્રાહક બજારમાં પ્રવેશના નવા અવસર મળશે. વાણિજ્ય સચિવ મુજબ આ કરારને આ પ્રકારથી તૈયાર કરવામાં આવ્યો છે કે આ બંને પક્ષોના હિતોનું સમાન રીતે ધ્યાન રાખે અને કોઈ પણ પર અસંતુલિત પ્રભાવ ના પડે. આ લોન્ગ ટર્મ આર્થિક સહયોગને મજબૂત કરશે અને વૈશ્વિક સપ્લાય ચેઈન, રોકાણ અને વેપારના નવા સમીકરણોની વચ્ચે ભારત-ઈયુ સહયોગને નવી દિશા આપશે. આ FTAથી બંનેની રણનીતિક ભાગીદારી મજબૂત થશે અને તે ભારતની વૈશ્વિક વેપાર નીતિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

EUની અર્થવ્યવસ્થા લગભગ 20 ટ્રિલિયન યુએસ ડોલરની

તમને જણાવી દઈએ કે EU ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે અને ભારતની કૂલ નિકાસના લગભગ 17 ટકા ભાગ EU બજારને જાય છે. EUની અર્થવ્યવસ્થા લગભગ 20 ટ્રિલિયન યુએસ ડોલરની છે અને તેની આબાદી 450 મિલિયનથી વધારે છે. ભારતની જનસંખ્યા 1.4 બિલિયનથી વધારે છે અને 2024-25માં ભારતના કૂલ નિકાસમાં સામાન બિલિયન યુએસ ડોલર અને સેવાઓ 387.5 બિલિયન યુએસ ડોલર હતી, જ્યારે આયાત સમાન 720 બિલિયન યુએસ ડોલર અને સેવાઓ 195 બિલિયન યુએસ ડોલર હતી.

આ પણ વાંચો : Maharashtra : પોલ્ટ્રી ફાર્મની આડમાં ચાલી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 55 કરોડનું મેફેડ્રોન જપ્ત


 

  • Follow us on: