રશિયા-યૂક્રેન યુદ્ધમાં ભારતે ક્યારેપણ ખુલીને કોઇપણ દેશનો સાથ નથી આપ્યો. પરંતુ રશિયા સાથે ભારતના ઐતિહાસિક અને રાજનૈતિક સંબંધો છે. જેના કારણે તે ક્યારેપણ રશિયાની વિરુદ્ધમાં નથી ગયુ. જેના કારણે ભારત એવા દેશોની યાદીમાં આવે છે જે રશિયા સાથે પોતાના વેપાર સંબંધો મજબૂતરીતે ધરાવે છે.
ભારત-રશિયાના વેપારી સંબંધો
ભારતના યૂનાઇટેડ કિંગડમમાં ઉચ્ચ આયોગ વિક્રમ દોરઇસ્વામીએ જણાવ્યુ હતુ કે, જિયોપોલિટિકલ કારણોના લીધે ભારત પોતાની અર્થવ્યવસ્થા બંધ નહી કરી શકે. આ પ્રકારનું નિવેદન ત્યારે સામે આવ્યુ છે જ્યારે ભારત-રશિયા અને પશ્ચિમ દેશો વેપારી સંબંધો મામલે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ભારતના યૂનાઇટેડ કિંગડમમાં ઉચ્ચ આયોગ વિક્રમ દોરઇસ્વામીએ વિદેશમંત્રી એસ.જયશંકરની જેમ કડક ભાષામાં જવાબ આપ્યો હતો. જેના લીધે પશ્ચિમી દેશોના અધિકારીઓની બોલતી બંધ થઇ હતી.
મિત્રતાનું બીજું નામ વિશ્વાસ
ભારતના યૂનાઇટેડ કિંગડમમાં ઉચ્ચ આયોગ વિક્રમ દોરઇસ્વામી વધુમાં જણાવ્યુ હતુ કે, રશિયા સાથે ભારતના સંબંધો વિવિધ મુદ્દાઓ પર ટક્યા છે. જેમાં સૌથી પહેલા અને સૌથી જુનો સંબંધ સુરક્ષાનો છે. જ્યારે પશ્ચિમી દેશો ભારતને હથિયાર આપતા ન હતા. પરંતુ દુશ્મનોને હથિયાર પહોંચાડતા હતા. જેનાથી તેઓ અમારા પર હુમલાઓ કરતા હતા. ભારત અને રશિયાના સંબંધો લાંબા સમયથી છે. જેમાં મિત્રતાનું બીજું નામ વિશ્વાસ છે.
ભારતનું આક્રમક વલણ
વર્ષ 2022માં યૂક્રેન યુદ્ધ બાદ પશ્ચિમ દેશોએ રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી હતી. પરંતુ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી યથાવત્ રાખી હતી. જાન્યુઆરીથી જૂન 2025માં ભારતે રશિયા પાસેથી પ્રતિદિન 17.5 લાખ બેરેલ તેલ આયાત કર્યુ છે. જે ગયા વર્ષ કરતા 1 ટકા વધારે છે. જેના કારણે પશ્ચિમ દેશ ભારતની ટીકા કરતા રહે છે. આ બધાની વચ્ચે ભારતના યૂનાઇટેડ કિંગડમમાં ઉચ્ચ આયોગ વિક્રમ દોરઇસ્વામી જણાવ્યુ હતુ કે, શું ભારતે ક્યારેપણ કહ્યુ છે કે, પશ્ચિમ દેશ એવા દેશો સાથે સંબંધો ખત્મ કરે જે ભારતને નુકસાન પહોંચાડે છે. રશિયા સાથે ભારતના સંબંધો મજબૂરી છે. કોઇ પશ્ચિમ દેશ માટે દુશ્મની નહી.