બન્ને દેશના વિદેશમંત્રીએ બેઠક દરમિયાન, ઈરાન યુદ્ધ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતા.

બંને દેશના સંબંધો મજબૂત કરવા પર ભાર

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચેની બેઠકમાં આતંકવાદ, ઉર્જા સંકટ, ઈરાન યુદ્ધ, રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક અને વેપાર સોદા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. એસ. જયશંકરે જણાવ્યું કે, બંને દેશોના સંબંધો મજબૂત છે. જ્યારે માર્કો રુબિયોએ ભારતને એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું હતુ. બંને દેશોએ ડ્રગ હેરફેર અને સુરક્ષા પર સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

એસ.જયશંકરની પ્રતિક્રિયા

એસ.જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સરકારની પ્રાથમિક જવાબદારી 1.4 અબજ લોકોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાની છે. તેથી, ભારત માટે સસ્તી ઉર્જા ઉપલબ્ધ કરાવવી અને તેની ઉપલબ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણોસર, ઉર્જા સંકટ અને તેલ પુરવઠા અંગે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નાગરિક પરમાણુ સહયોગની પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ઉર્જા ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા સહકારનું સ્વાગત કર્યું હતુ.

ભારત-યુએસ મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર: રુબિયો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતને યુનાઇટેડ સ્ટેટ્સનો મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ લગભગ તમામ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સમાન મંતવ્યો ધરાવે છે. રુબિયોએ કહ્યું કે, બંને દેશો ડ્રગ હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે પણ સાથે મળીને કામ કરશે. રુબિયોએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ વિશ્વના મહત્વપૂર્ણ જળમાર્ગોને બંધક બનાવી શકે નહીં.

આ પણ વાંચોઃ