અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર 50% ટેરિફ લાદ્યો છે. જેમાંથી 25% પારસ્પરિક ટેરિફ છે અને 25% રશિયા પાસેથી તેલ ખરીદવા પર દંડ ફટકારવામાં આવ્યો છે. તેમની જાહેરાતથી વિશ્વમાં ચર્ચા શરૂ થઈ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાની નિષ્ણાંતે દાવો કર્યો છે કે, ભારતે અમેરિકાના ટેરિફથી ડરવું જોઈએ નહીં.
ભારતનું બજાર મોટુંઃ પાકિસ્તાન
પાકિસ્તાનના નિષ્ણાંતે કહ્યુ છે કે, અર્થવ્યવસ્થાને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. ભારતે અમેરિકાના આ પગલાનો લાભ લેવો જોઈએ અને તેની અર્થવ્યવસ્થાનું પુનર્ગઠન કરવું જોઈએ. પાકિસ્તાની નિષ્ણાત મુક્તદર ખાને કહ્યું કે, દુનિયામાં ફક્ત ત્રણ દેશો જ એવા છે જે પોતાની શક્તિ પર ઝડપથી વિકાસ કરી શકે છે. આ 3 દેશ છે. અમેરિકા, ચીન અને ભારત. કારણ કે તેમની પાસે મોટો મધ્યમ વર્ગ છે. તેમણે કહ્યું કે ભારતના 90 ટકા લોકો ગરીબ છે. પરંતુ જે 10 ટકા લોકો ધનવાન છે તે 150 મિલિયન થઈ જાય છે. એટલે કે ભારતમાં 15 કરોડ લોકો ખૂબ જ ધનવાન છે. તેથી 15 કરોડનું બજાર ખૂબ મોટું છે. જેના પર ભારત વિકાસ કરી શકે છે.
ભારતીય અર્થતંત્ર સૌથી મજબૂતઃ પાકિસ્તાન
મુક્તેદાર ખાને કહ્યું કે ભારતમાં ચર્ચા ચાલી રહી છે કે અમેરિકા એક મહત્વપૂર્ણ ખેલાડી છે. પરંતુ તેનો હિસ્સો ફક્ત 18 કે 20 ટકા છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે ભારતનો વેપાર 1.2 અબજ ડોલરની નજીક છે અને જો આપણે અમેરિકા સાથે અન્ય સેવાઓનો સમાવેશ કરીએ. તો તે 300 મિલિયન ડોલરની નજીક છે. તેથી ભારતે ડરવાની જરૂર નથી. તેણે તેની અર્થવ્યવસ્થાનું પુનર્ગઠન કરવું જોઈએ. જેથી ભવિષ્યમાં ફાયદો થઇ શકે. ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વ બેંક જેવી ઘણી મોટી કંપનીઓએ આગાહી કરી છે કે ભારત 2025માં ચોથા સ્થાને આવશે. હાલમાં, જાપાન અમેરિકા, ચીન અને જર્મની પછી ચોથા સ્થાને છે. ભારત ખૂબ જ ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે.