જેન સ્ટ્રીટ પર સેબીએ પ્રતિબંધ ફરમાવ્યો છે. કંપની પર ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ છે. કંપનીએ ભારતીય શેયર બજારમાં પોતાની હાઇ-ફ્રિકવન્સી ટેક્નીકનો ઉપયોગ કરીને માર્કેટમાંથી 36,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક્સપાયરી ડેટવાળા શેયર વેચ્યા બાદ મોટી માત્રામાં કંપનીને ફાયદો થયો હતો. પરંતુ તપાસ બાદ જેન સ્ટ્રીટ કંપની પર તવાઇ આવવાની પૂર્ણ શક્યતા દેખાઇ રહી છે.


શેયર બજારમાં સ્કેમ

સેબીએ એમેરિકાની ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કંપની પર આરોપ છે કે, દલાલ સ્ટ્રીટ પર હેરાફેરી કરીને, માર્કેટમાંથી 36,500 કરોડ રૂપિયા કમાવ્યા છે. સેબીએ આ તમામ પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો છે. તપાસ થાય બાદ કંપની પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. નિયામક બોર્ડના આદેશ બાદ 4,843 કરોડ રૂપિયા કંપની પાસેથી જપ્ત કરવાના આદેશ આપ્યા છે. જેન સ્ટ્રીટ અમેરિકાની એક હાઇ-ફ્રિકવન્સી કંપની છે. જે એક સેંકડ કરતા પણ ઓછા સમયમાં શેયરની ખરીદી કરે છે. અને તેને વેચી પણ દે છે. પોતાની આ જ ટેક્નીકનો ઉપયોગ કરીને કંપનીએ ભારતીય શેયર બજારમાં કૌભાંડ આચર્યુ છે. જેન સ્ટ્રીટે ફ્યૂચર્સ અને ઓપશન્સ નામની કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

એક્સપાયરી ડેટવાળા શેયર વેચ્યા

ગ્લોબલ ટ્રેડિંગ કંપનીએ સ્કેમ કરવા માટે બે પ્રકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ હતુ ફ્યૂચર્સ અને ઓપશન્સ ટ્રેડિંગ અને રોકડ બજારમાં ઓળખ બનાવીને તો બીજો પ્રકાર હતો એક્સપાયરી ડેટવાળા શેયરનો ભાવ બોલીને સ્કેમ કર્યો હતો. જેમ કે, કોઇ શેયર 12 હજાર રૂપિયામાં ટ્રેડ કરે છે તો જેન સ્ટ્રીટ નામની કંપનીએ પહેલા તો 1202 રુપિયાના ભાર સાથે ફ્યૂચર્સમાં 10 હજાર લોટ ખરીદ્યા હતા. તો સાથે જ 3 રૂપિયાના ભાવમાં 10 હજાર લોટનો 1220 રૂપિયાનો કોલ ઓપશન્સ પણ આપ્યો હતો. કંપનીએ મોટી સંખ્યામાં સ્ટોક્સ અને ફ્યૂચર્સ ખરીદ્યા હતા. અને બાદમાં નાનુ સ્થાન બનાવીને શેયર વેચી દીધા હતા. જેના કારણે ઇન્ડેક્સ નીચે ગયો હતો. અને ઓપ્શન ટ્રેડિંગ દરમિયાન મોટો ફાયદો થયો હતો.  

  • Follow us on: