તેહરાનની શરત મુજબ વિદેશમાં જપ્ત કરાયેલી $120 બિલિયનથી વધુની સંપત્તિ પરત કરવી.
યુદ્ધ સમાપ્ત કરવા માટેની વાતચીત
ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટેની વાતચીત તેમના અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો એક સમજૂતી કરાર પર કામ કરી રહ્યા છે. જે બાકી રહેલા તમામ મુદ્દાઓને ઉકેલવા માટે એક રોડમેપ નક્કી કરશે. જો કે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, આ સોદો હજુ પણ પ્રગતિમાં છે. આ સોદો અંતિમ છે, સહી બાકી છે. જો કે, ઇરાને આ સોદા પહેલા એક મોટી શરત મૂકી છે કે, વિશ્વભરમાં તેની જપ્ત કરાયેલી સંપત્તિ પરત કરવી.
સંપત્તિનો ચોક્કસ અસ્પષ્ટ
ઈરાનની વિદેશમાં જપ્ત કરેલી સંપત્તિનો ચોક્કસ આંકડો હજુ સ્પષ્ટ નથી. જોકે, આ રકમ $120 બિલિયનથી વધુ છે. આ નાણાં આ આઠ દેશોમાં જપ્ત કરવામાં આવ્યા છે. સૌથી મોટી રકમ, આશરે $20 બિલિયન, ચીનમાં ફસાયેલી હોવાનું કહેવાય છે. વધુમાં, આશરે $12 બિલિયન કતારમાં, $7 બિલિયન ભારતમાં અને આશરે $6 બિલિયન ઇરાકમાં ફસાયેલી છે. બીજા $1.2 બિલિયન યુનાઇટેડ સ્ટેટ્સમાં અને આશરે $1.5 બિલિયન લક્ઝમબર્ગ અને જાપાનમાં ફસાયેલી છે.
કતારમાં શેની હલચલ ?
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ વાટાઘાટ ટીમના વડા તરીકે કતાર પહોંચ્યા હતા. ઈરાનના સેન્ટ્રલ બેંકના વડા, અબ્દોલનાસર હેમ્મતી, જપ્ત કરેલી સંપત્તિ પરત કરવા માટે વાટાઘાટો કરી રહેલા કતારમાં પ્રતિનિધિમંડળનો ભાગ છે. અમેરિકાએ વિદેશમાં જપ્ત કરેલી ઈરાનની સંપત્તિનો એક ભાગ મુક્ત કરવા સંમતિ આપી છે. બદલામાં, હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ફરી શરૂ થશે. આ સોદામાં 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત કરવા, પ્રતિબંધોમાં રાહત અને યુરેનિયમ સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ શામેલ છે.
શા માટે 8 દેશને અસર ?
જો પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે અને પ્રતિબંધો હળવા કરવામાં આવે છે. તો આ દેશોને ઈરાનના ભંડોળ મુક્ત કરવાની ફરજ પડી શકે છે. આનાથી ઘણા દેશોની બેંકિંગ અને ઊર્જા વ્યૂહરચના પર અસર પડી શકે છે. ચીન અને જાપાન જેવા દેશો, જે ઈરાની તેલના મુખ્ય ખરીદદારો રહ્યા છે. તેમણે તેમની આર્થિક નીતિઓમાં ફેરફાર કરવો પડી શકે છે. નિષ્ણાતો માને છે કે ઈરાન આ નાણાંનો ઉપયોગ તેની નબળી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, તેલ ઉત્પાદન વધારવા અને માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા માટે કરી શકે છે.
આ પણ વાંચોઃ NDA CM Meeting: 10 જૂને PM Modiની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીઓની બેઠક, આગામી રણનીતિ ઘડાશે
