ચાબહાર બંદર અંગે ભારતના તણાવને ઓછો કરવા માટે નિવેદન પણ બહાર પાડ્યું છે. ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈ પણ દુશ્મન ભારત અને ઈરાન વચ્ચે તિરાડ ઉભી કરી શકે નહીં.

ડોનાલ્ડ ટ્ર્મ્પ માટે મોટો ઝટકો

નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનું સ્વપ્ન જોનારા ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક યુદ્ધ શરૂ કર્યું છે. તેમણે શક્તિશાળી ભારત અને અનેક દેશો સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવાનો પણ નક્કર પ્રયાસ કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ પહેલા રશિયા અને પછી ઈરાન સાથેના વેપારને રોકવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમની યોજનાઓ નિષ્ફળ ગઈ હતી. રશિયા અને ભારત વચ્ચેના સંબંધો દરેક પરિસ્થિતિમાં મજબૂત રહે છે. પરંતુ હવે ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના તેના સંબંધો મજબૂત છે.

વિરોધીઓનો પ્રભાવ નહીવતઃ તેહરાન

ભારત અને ઈરાન અમેરિકાના દબાણ હેઠળ અલગ થઈ જશે. તેમ વિશ્વ વિચારી રહ્યુ હતુ. પરંતુ આ અટકળો વચ્ચે તેહરાને નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય સલાર વિલાયતમદારે રશિયન રાજ્ય મીડિયા આરટી સાથેની મુલાકાતમાં નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટનો સીધો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, દુશ્મનો અને વિરોધીઓની ઉશ્કેરણીજનક કાર્યવાહીનો ભારત-ઈરાન સંબંધો પર કોઈ પ્રભાવ પડશે નહીં.

ચાબહાર બંદર મામલે ચિંતા થઇ દુર

ભારતને એક સમજદાર અને તર્કસંગત દેશ ગણાવતા તેમણે કહ્યું કે, નવી દિલ્હી જાણે છે કે કોણ પોતાના ફાયદા માટે આ મિત્રતાને વિક્ષેપિત કરવા માંગે છે. ભારતની સૌથી મોટી ચિંતા ચાબહાર બંદર છે. જે મધ્ય પૂર્વમાં દિલ્હીની ત્રીજી આંખ છે. અમેરિકા દ્વારા આપવામાં આવેલી "પ્રતિબંધ મુક્તિ" 26 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થઈ રહી છે અને ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદવાની ધમકી આપી છે. ભારત માટે, આ બંદર રશિયા અને મધ્ય એશિયા માટે તેનો એકમાત્ર પ્રવેશ બિંદુ છે, અને તે ઈચ્છે તો પણ તેને છોડી શકતો નથી.

આ પણ વાંચોઃ Sabarimala Gold Theft: ED સામે ઉભા થયા સવાલ, દાન ક્યાં વહેંચવામાં આવ્યું તે અંગે પુરાવા આવી રહ્યા છે બહાર