ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલાઓ અને ત્યારબાદ મધ્ય પૂર્વમાં વધતા મિસાઈલ હુમલાઓએ બંને દેશોની અર્થવ્યવસ્થા વચ્ચે મોટો તફાવાત બતાવી દીધો છે. જ્યારે ઈઝરાયલનું ચલણ શેકેલ મજબૂત રહ્યું છે, ત્યારે ઈરાનનું ચલણ રિયાલ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું.
ઈઝરાયેલી શેકેલ કે ઈરાની રિયાલ કયું વધારે મજબૂત?
- 1 માર્ચ, 2026ના આંકડા મુજબ
- 1 ઈઝરાયલી શેકેલ = 4,21,031 ઈરાની રિયાલ
- 1 ઈરાની રિયાલ = 0.00000237 શેકેલ
આનો અર્થ એ થયો કે એક શેકેલ 4,00,000થી વધુ રિયાલ ખરીદી શકે છે, જે ઈરાનની નબળી અર્થવ્યવસ્થા અને લાંબા સમયથી ચાલતા પ્રતિબંધોની અસરને પ્રતિબિંબિત કરે છે.
ઈઝરાયેલી શેકેલ
- 1 ડોલર = 3.14 શેકેલ
- છેલ્લા બે મહિનામાં શેકેલ પ્રતિ ડોલર 3,093.23ની રેન્જમાં સ્થિર રહ્યો, એટલે કે યુદ્ધ છતાં ચલણ મજબૂત રહ્યું.
ઈરાની રિયાલ
- ઓપન માર્કેટ: 1 ડોલર = 17,49,500 રિયાલ
- સત્તાવાર દર: 1 ડોલર = 42,086 રિયાલ
2026ની શરૂઆતથી અત્યાર સુધી રિયાલ લગભગ 30% નબળો પડ્યો છે.
ભારતીય રૂપિયા સામે શું છે સ્થિતિ?
- 1 શેકેલ = 29.04 રૂપિયા
- સત્તાવાર દર: 1000 રિયાલ = 1.97 રૂપિયા
- ઓપન માર્કેટ: 1,000 રિયાલ = 0.07 રૂપિયાથી ઓછું
તેનો અર્થ એ કે વાસ્તવિક બજારમાં રિયાલના ભાવમાં ભારે ઘટાડો થયો છે.
શેકેલ શા માટે મજબૂત છે?
ઈઝરાયલની મજબૂત ટેકનોલોજી અને સાયબર સુરક્ષા ઉદ્યોગો, વિદેશી રોકાણ અને આશરે $213 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર તેના ચલણને ટેકો આપે છે. વૈવિધ્યસભર અર્થતંત્ર અને સ્થિર ડોલર આવક પણ શેકેલને મજબૂત રાખે છે.
ઈરાની રિયાલ કેમ તૂટ્યો?
દાયકાઓથી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, તેલ નિકાસ પરની અસરો, બેંકિંગ સિસ્ટમ પર નાકાબંધી અને 48%થી વધુ ફુગાવાને કારણે રિયાલ નબળો પડ્યો. અલગ અલગ એક્સચેન્જ રેટ સિસ્ટમ અને આર્થિક અસ્થિરતાથી લોકોના વિશ્વાસમાં પણ ઘટાડો થયો. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ તેહરાનમાં થયેલા હુમલાઓએ બજારમાં ભય વધાર્યો અને રિયાલમાં તીવ્ર ઘટાડો થયો.
ભારત પર શું અસર?
ભારત ખાડી દેશોમાંથી દરરોજ 10 લાખ બેરલથી વધુ તેલની આયાત કરે છે, તેથી તેલના ભાવ વધવાનું જોખમ છે. ખાડી દેશોમાં રહેતા આશરે 90 લાખ ભારતીયોના રેમિટન્સ પર અસર પડી શકે છે. તેલના ભાવોના દબાણને કારણે, રૂપિયો ડોલર સામે 91ની નજીક પહોંચી ગયો છે અને જો પરિસ્થિતિ વધુ વણસે તો તે વધુ નબળો પડી શકે છે.
આ પણ વાંચો : Iran Israel War : પૂણેના 84 વિદ્યાર્થીઓ દુબઈમાં ફસાયા, વિદેશ મંત્રાલયના અધિકારીઓ સંપર્કમાં