પાકિસ્તાનમાં પેટ્રોલ રિઝર્વ જલદી જ ખત્મ થશે. જેના કારણે અવર-જવર પર મોટી અસર જોવા મળશે.

તેલ રિઝર્વ ખત્મ થઇ જશે ?

મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે દુનિયા પર સંકટ વધી રહ્યુ છે. કારણ કે મોટાભાગના દેશોમાં તેલ રિઝર્વ ખત્મ થઇ રહ્યુ છે. અને દેશ ચલાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની શોધ કરાઇ રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાનમાંથી સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનમાં 10થી 14 દિવસ બાદ તેલ રિઝર્વ ખત્મ થઇ જશે. જેના કારણે વેપાર ઠપ્પ થવાની સ્થિતિમાં છે. પેટ્રોલિયમ રિઝર્વ હેવ પુરતી સ્થિતિમાં નથી.

પરિસ્થિતિ બનશે દયનીય

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પાકિસ્તાનના ચેયરપર્સન અબ્દુલ સમી ખાન કહે છે કે, પાકિસ્તાનની પાસે માત્ર 10થી 14 દિવસ ચાલે એટલો જ પેટ્રોલિયમ રિઝર્વ છે. બાદમાં સ્થિતિ દયનીય બનશે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને ચિંતા દર્શાવી છે અને કહ્યુ છે કે, પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, પેટ્રોલની સપ્લાઇ ખત્મ થઇ જશે. જેના કારણે હાલત વધુ બગડશે.

ઇરાની તેલ રોકાયા બાદ વધ્યો તણાવ

તેઓએ કહ્યુ હતુ કે, પેટ્રોલિયમ ડીલર ઓયલ માર્કેટિંગ કંપનીઓને લાગૂ કરવામાં આવી રહેલા કોટા સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. અને સાથે જ કહ્યુ હતુ કે, ડીલરોને તેમની એવરેજ સેલ્સ મુજબ પેટ્રોલ નથી મળી રહ્યુ. ખાને વધુમાં કહ્યુ હતુ કે, ઇરાની પેટ્રોલ અને ડીઝલની સપ્લાઇ રોકાયા બાદ ઓઇલ માર્કેંટિંગ કંપનીઓ પર દબાણ વધ્યુ છે. આ તમામની વચ્ચે ઓગરાએ ચેતવણી આપી છે કે, જો કોઇ વ્યક્તિ અથવા કંપની પરવાનગી વિનાના સ્થળો પર OMCsના લાયસન્સવાળા ઓયલ ડિપો અને રિટેલ આઉટલેટ સિવાય પેટ્રોલિયમ પ્રોડક્ટની જમાખોરી કરાત પકડાયુ તો તેના સામે કાર્યવાહી કરાશે.

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે હવા, પાણી અને જમીન પર વિકટ સમસ્યા, જાણો ઇકોસિસ્ટમની સ્થિતિ?