ઓમાન તેલની કિંમત 150 ડૉલર પ્રતિ બૈરલ થઇ છે. અને આર્થિક વિકાસ પણ જોવા મળ્યો છે.

ઓમાન પર નથી કરાયા હુમલાઓ

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી યુરોપ અને એશિયાના દેશ ઓમાનથી જ સંપર્ક કરી રહ્યા છે. કારણ કે ઓમાન હોર્મુઝ સ્ટ્રેટના બીજા કિનારે સ્થિત છે. ઇરાન યુદ્ધના કારણે જ્યાં ખાડી દેશ સાઉદી, કતર, યુએઇ, કુવૈત અને બહરીન પરેશાન છે. તો આ તરફ, ઓમાન માટે આ આપદા અવસરમાં બદલી શકે છે. ઓમાન ખાડીનું એકમાત્ર દેશ છે. જ્યાં ઇરાને કોઇ મોટો હુમલો નથી કર્યો. ઓમાન પર માત્ર થોડા ડ્રોન મોકલવામાં આવ્યા હતા. અને યુદ્ધના કારણે ઓમાનમાં તેલનું વેચાણ વધી ગયુ છે. ઓમાનના ક્રુડ ઓઇલ 150 ડોલર પ્રતિ બૈરલ વેચાઇ રહ્યુ છે.

તેલ વેચાણમાં વધારો

એશિયા અને યુરોપ જેવા દેશ હોર્મુઝના બંધ થવાના કારણે સંકટમાં આવી ગયા છે. તેલનું સંકટ સતત વધી રહ્યુ છે. આવી પરિસ્થિતિમાં ઓમાનના તેલની માગ વધી ગઇ છે. માગ વધતા તેલની કિંમતમાં પણ વધારો થયો છે. ઓમાનના ક્રુડ ઓઇલ 150 ડોલર પ્રતિ બૈરલ વેચાઇ રહ્યુ છે. અગાઉ 60 ડૉલર પ્રતિ બૈરલ હતુ. ઓમાન પહેલા 8 લાખ બૈરલ તેલ વેચતુ હતુ. જે હવે બમણુ થઇ ગયુ છે. નકશામાં હોર્મુઝ સ્ટ્રેટના એક કિનારે ઇરાન તો બીજા કિનારે ઓમાન છે. ઓમાનને તેલના જહાજોને પાર કરાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવુ પડતુ નથી.

'શાંતિ કરાર' માટે પ્રયાસ

ઓમાન, ઇરાન અને અમેરિકાની વચ્ચે 'શાંતિ કરાર' માટે પ્રયાસ ચાલી રહ્યા છે. બન્ને વચ્ચે સમજૂતિ થાય તે માટે નેતૃત્ત્વ પણ ઓમાન જ કરી રહ્યુ હતુ. ઓમાનના પ્રયાસના કારણે જ ઇરાનને પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ સુપ્રીમ નેતા મોજતબા ખામેનેઇએ તેને ફગાવ્યા હતા. 'શાંતિ દેશ'ની ઓળખના કારણે વિશ્વના વેપારીઓનો વિશ્વાસ ઓમાન પર વધી ગયો છે. તેલની માગ વધતા અને ખરીદી બમણી થતા ઓમાનનું અર્થતંત્ર વધ્યુ છે.

આ પણ વાંચોઃ શાસન પરિવર્તન લક્ષ્ય નથી, તો ઉત્તર કોરિયામાં શા માટે થાય છે ચૂંટણીઓ? જાણો