જેફ બેઝોસની માતા જેકી બેઝોસનું 78 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી 'લેવી બોડી ડિમેન્શિયા' નામની બીમારીથી પીડાતા હતા. તેમનું મિયામીમાં તેમના ઘરે અવસાન થયું હતુ. તેમના પુત્ર અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.


એમેઝોન માટે હતા આધાર સ્તંભ

વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની માતા જેકી બેઝોસનું અવસાન થયું છે. જેકી બેઝોસ લાંબા સમયથી બીમાર હતા. જેફ બેઝોસની સફળતામાં તેમની માતાનો મોટો ફાળો છે. જેકીએ માત્ર તેમના પુત્રને મદદ કરી ન હતી. પરંતુ બેઝોસ ફેમિલી ફાઉન્ડેશને મોટી સંખ્યામાં બાળકોના શિક્ષણ માટે પણ કામ કર્યું હતું. વર્ષ 1995માં જ્યારે જેફ બેઝોસ એમેઝોન શરૂ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તે એક જોખમી પગલું હતું, પરંતુ તેમની માતા જેકી અને તેમના સાવકા પિતા મિગુએલ બેઝોસે માત્ર વિશ્વાસ જ નહીં પરંતુ અઢી લાખ ડોલરનું રોકાણ પણ કર્યું હતુ. તે સમયે જેફે કહ્યું હતું કે, આ કંપની નિષ્ફળ પણ જઇ શકે છે. પરંતુ તેમની માતાએ તેમના પુત્રના સ્વપ્નમાં વિશ્વાસ રાખ્યો અને તે જ રોકાણ પાછળથી અબજો ડોલરમાં ફેરવાઈ ગયું.

બેઝોસ ફેમિલી ફાઉન્ડેશન શરુ કર્યુ

જેકીએ માત્ર તેમના પુત્રને મદદ જ નહીં, પરંતુ બેઝોસ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા લાખો બાળકોના શિક્ષણ માટે પણ કામ કર્યું. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકોને જન્મથી લઈને હાઈસ્કૂલ સુધી વધુ સારું શિક્ષણ અને શીખવાનું વાતાવરણ મળે. તેમાં બે મુખ્ય પહેલનો સમાવેશ થાય છે, પ્રથમ વ્રુમ એપ છે જે માતાપિતાને બાળકોના ઉછેર સંબંધિત સલાહ આપે છે અને બીજું બેઝોસ સ્કોલર્સ પ્રોગ્રામ છે જે દર વર્ષે અમેરિકા અને આફ્રિકામાંથી પસંદ કરાયેલા 17 યુવાનોને નેતૃત્વ તાલીમ આપે છે. 

  • Follow us on: