નેપાળમાં સતત ત્રીજા દિવસે પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જેને કારણે દક્ષિણ એશિયાનું પણ ધ્યાન નેપાળ તરફ ખેંચાયુ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરાતા નેપાળના યુવાઓ રોષે ભરાયા હતા. અને સરકારી મિલકતો પર તોડફોડ કરી હતી.

આર્થિક નુકસાનથી હાલાકી

સંવાદ સાધવા Gen-Zઓ માટે સોશિયલ મીડિયા સૌથી મજબૂત માધ્યમ છે. પરંતુ જો સરકાર આ માધ્યમ પર જ પ્રતિબંધ મૂકે તો યુવાઓ માટે શ્વાસ રુંધાવા જેવી સ્થિતિ ઉભી થઇ જાય છે. આ પ્રતિબંધ હટાવવા માટે Gen-Zએ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને તેઓ હિંસક આંદોલનો કર્યા હતા. જેના કારણે સરકારે મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ. સરકારી આવાસો, સંસદ અને સરકારી મિલકતોને ભારે નુકસાન થતા કરોડો રૂપિયા પાણીમાં ગયા હતા. જેને કારણે આર્થિક નુકસાન ઉભુ થયુ છે.

અર્થતંત્રમાં મોટું નુકસાન

નેપાળના સંસદ માટે 43.5 મિલિયન અમેરિકી ડૉલર ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેપાળના સરકારી પ્રોજેક્ટ પણ વિવિધ સ્થળોએ શરુ હતા. પરંતુ યુવાઓના દેખાવો જોતા તમામ કામમાં ખલેલ પહોંચી છે. અને કરોડોનું નુકસાન થયુ છે. જેના કારણે અર્થતંત્રમાં મોટું નુકસાન થયુ છે. યુવાઓનું આક્રમણ અને તોડફોડને જોતા સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પરત ખેંચ્યો છે. આ નિર્ણય પરત ખેંચે ત્યાં સુધી મોટી સંખ્યામાં નુકસાન થઇ ગયુ હતુ.

લાંબા સમયથી રોષની લાગણી

નેપાળમાં માત્ર સોશિયલ મીડિયા પ્રતિબંધ જ નહી પણ બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ મુખ્ય હતા. લાંબા સમયથી ભારેલા અગ્નિ જેવો ગુસ્સો હાલ જોવા મળ્યો હતો. જેમાં નેપાળમાં તમામ સરકારી મિલકતોને નુકસાન પહોંચ્યુ હતુ. સુરક્ષા દળોએ જ્યારે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે સ્થિતિ વણસી હતી. અને 20થી વધુ લોકોના મોત થયા હતા. નેપાળની રાજનીતિમાં ભારે ઉથલપાથલ સર્જીઇ છે. 1951માં જ્યારે નેપાળ રાજતંત્રથી લોકતંત્ર તરફ જવા લાગ્યુ હતુ. ત્યારે આર્થિક સ્થિતિની માહિતી સામે આવી હતી. 1995માં જ્યાં 55 ટકા લોકો આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે હતા. ત્યાં જ વર્ષ 2023માં 0.4 ટકા લોકો આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે રહ્યા છે. આ સફળતા ઘરેલુ સફળતા નહી પણ પ્રવાસન વિભાગ દ્વારા મેળવાઇ છે. 

  • Follow us on: