હોર્મુઝ જળસંધિ મુદ્દે હજી સુધી કોઈ સહમતી બની નથી. એક તરફ અમેરિકા નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા ઈરાની જહાજોને કબજે કરી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન તરફથી અમેરિકન નેવી પર ડ્રોન હુમલાની ખબર મળી રહી છે. યુદ્ધ અને તણાવ ફરી વધતા કાચા તેલના ભાવ પર સીધી અસર પડી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે, જ્યારે WTI ક્રૂડમાં પણ આશરે 7 ટકાનો વધારો થયો છે.


શાંતિની આશા તૂટી જતા ઓઈલ માર્કેટમાં આ પ્રતિક્રિયા જોવા મળી

મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે શરૂઆતના ટ્રેડિંગમાં કાચા તેલના ભાવમાં તેજ ઉછાળો નોંધાયો હતો. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ પર ટ્રેડિંગ ફરી શરૂ થતાં જ અમેરિકન ક્રૂડના ભાવ 6.4% વધીને 87.88 ડોલર પ્રતિ બેરલ થયા. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ 6.5% વધીને 96.25 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા.

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ થોડા દિવસની શાંતિ પછી ફરી વધી રહ્યો છે

શાંતિની આશા તૂટી જતા ઓઈલ માર્કેટમાં આ પ્રતિક્રિયા જોવા મળી. હોર્મુઝ જળસંધિને લઈને બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થતો ન દેખાતા વૈશ્વિક સ્તરે ફરી ચિંતા વધી છે. સોમવાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધારાની સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 6 ટકાનો ઉછાળો યથાવત રહ્યો હતો.

 ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ વિસ્તારમાં અમેરિકન નાકાબંધી ચાલુ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ વિસ્તારમાં અમેરિકન નાકાબંધી ચાલુ રહેશે. ત્યારબાદ તેહરાને પોતાનો નિર્ણય બદલીને કેટલાક જહાજો પર ગોળીબારી કરી હતી. ત્યારપછી અમેરિકાએ એક ઈરાની ઝંડાવાળા વેપારી જહાજને જપ્ત કરવાની કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું. તેના જવાબમાં ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન્ડે પ્રતિકાર કરવાની ચેતવણી આપી છે.

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ થોડા દિવસની શાંતિ પછી ફરી વધી રહ્યો છે અને હવે આ સંઘર્ષ આઠમા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. આ પરિસ્થિતિએ દાયકાઓમાંના સૌથી મોટા વૈશ્વિક ઊર્જા સંકટોમાંનું એક ઊભું કર્યું છે. ખાસ કરીને એશિયા અને યુરોપના દેશો, જે ખાડી દેશોમાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે, તેમને સપ્લાયમાં અવરોધ અને ઉત્પાદન ઘટાડાના કારણે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ પણ વાંચો: Weather Update : દિલ્હી- NCRમાં ગરમીથી હાલ બેહાલ, 40 ડિગ્રીએ પહોંચી શકે તાપમાન

  • Follow us on: