ઓમાન વર્ષ 2028થી આવક વેરા વસૂલશે. આ નિયમો લાદનાર ઓમાન પ્રથમ ખાડી દેશ બનશે. આ નવો ટેક્સ પાંચ ટકા હશે. આ ફ્કત એ લોકો પર લગાવવામાં આવશે. જેમની વાર્ષિક આવક 42 હજાર રિયાલ એટલે કે 1,09,000 ડૉલર ભારતીય ચલણ મુજબ 93.7 લાખ અથવા તેનાથી વધુ હશે. આમાં માત્ર 1 ટકા વર્ગ પ્રભાવિત થશે. નાણાંમંત્રી સઇદ બિન મોહમ્મદ અલ-સાકરીએ જણાવ્યુ હતુ કે, આ આવક વેરો એટલા માટે વસૂલવામાં આવશે. કે જેનાથી તેલની કિંમતો પર નિર્ભર ન રહી શકાય. આ નિર્ણય GCC એટલે ગલ્ફ કૉઓપરેશન કાઉન્સિલમાં મોટા બદલાવ સમાન છે.

ઓમાનનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ઘણા વર્ષોથી આ નીતિએ સૌથી વધુ પગાર ધરાવનાર કર્મચારીઓને આ ક્ષેત્રમાં આકર્ષિત કર્યા છે. તેથી ઓમાનનો આ નિર્ણય વધુ મહત્ત્વનો છે. અબૂ ધાબી કોમર્શિયલ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી મોનિકા મલિકે જણાવ્યુ હતુ કે, હાલમાં મર્યાદાઓ સમિત છે. તેમ છતાં ગતિશીલ વિકાસ કરી શકાશે. ઓમાન આર્થિક સુધારા કરવા માંગે છે. અને વિકાસની સ્પર્ધામાં પણ હરણફાળ ભરવા ઇચ્છે છે. તેથી તેણે ઇન્કમ ટેક્સ અંગે નિર્ણય લીધો છે.

ખાડી દેશોથી અલગ છે નિર્ણય

GCC દેશોની આર્થિક સ્થિતિ મજબૂત છે. માત્ર સાઉદી અરબ અને બહરીનમાં આ વર્ષે નુકસાન થવાની શક્યતા છે. પરંતુ આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે IMFએ જણાવ્યુ હતુ કે, આ દેશોને પણ ઇન્કમ ટેક્સની જરુર પડી શકે છે. કારણ કે, ઇંધનની ગ્લોબલ માગ ઓછી થઇ રહી છે. ઓમાન તેલની આવક પર નિર્ભર રહેવા નથી માગતું અને પોતાના અર્થતંત્રમાં સુધાર કરવા ઇચ્છે છે. ખાડી દેશો જેમકે, સંયુક્ત અરબ, કતર, કુવૈત, બહરીન અને સઉદી અરબ પાસે ગેસ અને તેલના મોટા ભંડાર છે. આ પ્રાકૃતિક સંસાધનના વેપારના કારણે આ દેશોને એટલી મોટી સંખ્યામાં આવક થાય છે કે તેઓને ઇન્કમ ટેક્સ વસૂલવાની કોઇ જરુરત નથી.