એક તરફ પાકિસ્તાનનું યુવાધન અન્ય દેશમાં જઇને કટોરો લઇ ભીખ માગી રહ્યુ છે. તો બીજી તરફ, પાડોશી દેશ પોતાની આર્થિક સ્થિતિ સુધારીને માલામાલ થઇ રહ્યુ છે. પાકિસ્તાનને વિવિધ દેશોએ નાણાકીય મદદ કરી છે. જેમાં અમેરિકા, ચીન, કુવૈત, સાઉદી અરબ અને યૂએઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત IMF તરફથી પણ પાકિસ્તાનને ભરપૂર નાણાં આપવામાં આવ્યા છે. એક તરફ, પાડોશી દેશ પોતાના અર્થતંત્રને લઇને દયનીય સ્થિતિ લોકો સમક્ષ પ્રદર્શિત કરે છે. અને બીજી તરફ, પૈસાનો વરસાદ થતો હાવોનુ પણ સામે આવ્યુ છે.
અમેરિકી ડૉલરમાં મેળવી છે લોન
પાકિસ્તાનના અર્થતંત્રના આંકડા પર નજર કરવામાં આવે તો પાકિસ્તાને નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 26.7 અરબ અમેરિકી ડૉલરની લોન મેળવી છે. આ સવાલ એટલે ઉભો થયો છે કે, હમણા પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ છે. તેની જીડીપી સતત નીચે જઇ રહી છે. મોંઘવારી પણ આસમાને છે. યુવાઓ બેરોજગાર છે. સ્ટેટ બેંક એફ પાકિસ્તાનના નાણાકીય વિભાગે જણાવ્યુ છે કે, પાકિસ્તાનને 26.7 અરબ અમેરિકી ડૉલરનું લોન મેળવ્યુ છે. પરંતુ આ લોન ક્યાં સુધી ચાલશે તે પણ એક સવાલ છે.
વિવિધ દેશોએ કરી આર્થિક સહાય
આર્થિક મામલાઓના મંત્રાલય તરફથી જાહેર આંકડાઓ મુજબ, 26.7 અરબ અમેરિકી ડૉલરની વિદેશી લોનમાંથી માત્ર 3.4 અરબ અમેરિકી ડૉલર અથવા 13 ટકા જ પરિયોજનાઓ માટે પ્રાપ્ત થયુ છે. સંધિ સરકારના ખાતાઓમાં 11.9 અરબ અમેરિકી ડૉલર જમા કરવામાં આવ્યા છે. જે ગયા વર્ષ કરતા 1.2 અરબ અમેરિકી ડૉલર કરતા વધુ છે. આઇએમએફે 2.1 અરબ અમેરિકી ડૉલર આપવામાં આવ્યા છે. એશિયાઇ ડેવલોપમેન્ટ બેન્કની વાત કરીએ તો અહીંથી પાકિસ્તાનને 2.1 અરબ અમેરિકી ડૉલરની લોન મળી છે. જે બજેટ કરતા 50 કરોડ જેટલી વધુ છે. વિવિધ સંસ્થાનોએ મળીને 6.9 અરબ અમેરિકી ડૉલરનું યોગદાન કર્યુ. જેમાં આઇએમએફ તરફથી, 2.1 અરબ અમેરિકી ડૉલર પણ સામેલ છે. વિશ્વ બેન્કે 1.7 અરબ અમેરિકી ડૉલર આપ્યા છે. ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેન્કે 71.6 કરોડ અમેરિકી ડૉલરની મદદ કરી છે. સાઉદી અરબે 20 કરોડ અમેરિકી ડૉલર આપ્યા છે.