પાકિસ્તાને હંમેશા ચીન સાથેની તેની મિત્રતાને સમુદ્ર કરતાં ઊંડી અને હિમાલય કરતાં ઊંચી ગણાવી છે.

સંબંધોમાં તિરાડની આશંકા ?

પાકિસ્તાન અને ચીન વચ્ચે સંબંધો અગાઉ ખૂબ મજબૂત હતા. જો કે, જ્યારથી પાકિસ્તાને યુનાઇટેડ સ્ટેટ્સની નજીક જવાનું શરૂ કર્યું છે, ત્યારથી તે ચીનને ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી રહ્યું છે. તાજેતરમાં, પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ અને ચીની કંપનીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે. આ ચર્ચા એટલી વધી ગઈ કે FBRએ ચીની કંપનીઓને સ્પષ્ટપણે કહ્યું કે જો તેઓ તેમની પદ્ધતિઓને મંજૂરી નહીં આપે, તો તેઓએ પાકિસ્તાનમાં કામગીરી બંધ કરવી જોઈએ.

કરચોરીની આશંકા કરાઇ વ્યક્ત

FBR એ સ્પષ્ટપણે કહ્યું કે તે આ ફેક્ટરીઓમાંથી મોનિટરિંગ કેમેરા દૂર કરશે નહીં. સાંસદ સલીમ માંડવીવાલાની અધ્યક્ષતામાં સેનેટ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ એન્ડ રેવન્યુની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. FBRના ચેરમેન રશીદ મહમૂદ લંગરિયાલે સમિતિને જણાવ્યું હતું કે ફક્ત ટાઇલ ક્ષેત્રમાં જ આશરે 30 અબજ પાકિસ્તાની રૂપિયાની કરચોરીની શંકા છે. તેમણે જણાવ્યું હતું કે ફેક્ટરીના ઉત્પાદન પર નજર રાખવા માટે કેમેરા જરૂરી છે, અને તેમને દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.

ઉત્પાદન પ્રક્રિયાઓની ગુપ્તતા સાથે ચેડા

ચેરમેન લંગરિયાલે સમજાવ્યું કે આ કેમેરા સૌપ્રથમ પાકિસ્તાનના અત્યંત સંવેદનશીલ ખાંડ ઉદ્યોગમાં લગાવવામાં આવ્યા હતા. જ્યાં આશરે 76 અબજ રૂપિયાની કરચોરી મળી આવી હતી. ત્યારબાદ સિમેન્ટ ઉદ્યોગના નિરીક્ષણમાં આશરે 102 અબજ રૂપિયાનું નુકસાન બહાર આવ્યું. ટાઇલ ક્ષેત્રમાં આ આંકડો વધીને 30 અબજ રૂપિયા થયો. ચીની કંપનીઓના પ્રતિનિધિઓ અને એક પાકિસ્તાની રોકાણકારે સમિતિ સમક્ષ દાવો કર્યો હતો કે ફેક્ટરીઓમાં લગાવવામાં આવેલા 15 કેમેરા તેમની ઉત્પાદન પ્રક્રિયાઓની ગુપ્તતા સાથે ચેડા કરે છે. 

  • Follow us on: