પીએમ મોદી પાંચ દેશોના પ્રવાસે છે. આજે તેઓ આર્જેન્ટિના પહોંચ્યા. 1968માં ઇન્દિરા ગાંધીની યાત્રા પછી આ દક્ષિણ અમેરિકી રાષ્ટ્રમાં કોઇ ભારતીય પીએમની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. પીએમ મોદીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ આર્જેન્ટિનાનો પ્રવાસ પીએમ મોદી માટે મહત્વનો કેમ
આર્જેન્ટિના ભારત માટે કેમ મહત્વનુ ?
આર્જેન્ટિના ભારત માટે મોટા એડિબલ ઓઇલ સપ્લાયર્સમાંથી એક રહ્યો છે. વળી આર્જેન્ટિના લિથિયમ, કોપર અને શેલ ગેસનો વિશાળ ભંડાર છે.. જે ભારતની ક્લિન એનર્જીની મહત્વકાંક્ષાઓ માટે ઉપયોગી છે. ઇલેક્ટ્રિક વાહનો, ગ્રિડ સ્ટોરેજ માટે બેટરીમાં તેનો ઉપયોગ કરાય છે. ભારતીય રાજ્ય સમર્થિત ફર્મ KABILએ પહેલા આર્જેન્ટિનાએ કૈટામાર્કા પ્રાંતમાં લિથિયમ એક્સપ્લોરેશનના અધિકાર મેળવી લીધા છે અને આ યાત્રા દરમિયાન આગળ પણ જાહેરાત થવાની આશા છે.
https://twitter.com/PMOIndia/status/1941356037707268289
ખાડી દેશોમાં પારંપરિક સ્પલાયર્સની અસ્થિરતાનો સામનો કરવાની સાથે સાથે પીએમ મોદી ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનું વિચારી રહ્યા છે. અને આર્જેન્ટિના એલએનજી તે સમીકરણનો ભાગ ચે. બ્યૂનર્સ આયર્સે એલએનજી નિકાસનો વિસ્તાર વધારવા માટે અપસ્ટ્રીમ ક્ષેત્રોમાં ભારતીય નિવેશને આકર્ષિત કરવામાં રુચિ દેખાડી છે.
ખાદ્યતેલ સિવાય પણ વેપારી સંબંધો
ભારત અને આર્જેન્ટિના વચ્ચે દ્રિપક્ષીય વેપાર 2024માં 5.2 બિલિયન અમેરિકી ડોલરને પાર થઇ ગયો છે. આર્જેન્ટિના ભારતીય ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને આઇટી સેવાઓ આયાત કરવા માંગે છે, જ્યારે નવી દિલ્હી ફળો, શાકભાજી, ડેરી અને અનાજ માટે આર્જેન્ટિનાના કૃષિ બજારોમાં પ્રવેશ માટે દબાણ કરી રહ્યું છે. બંને પક્ષો વેપાર અસંતુલનની સમીક્ષા કરે અને દ્વિ-માર્ગી બજાર ઍક્સેસ સુધારવા માટેના પગલાં પર વિચાર કરે તેવી અપેક્ષા છે.
https://twitter.com/PMOIndia/status/1941356037707268289
આર્જેન્ટિનાએ ભારત દ્વારા ઉત્પાદિત સંરક્ષણ પ્રણાલીઓમાં રસ દાખવ્યો છે, જેમાં તેજસ હળવા લડાયક વિમાનનો સમાવેશ થાય છે. આ વાટાઘાટોમાં સંયુક્ત તાલીમ, સહ-ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થઈ શકે છે. વધુમાં, ભારતીય અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને ટેલિમેડિસિન પણ એવા ક્ષેત્રો છે જ્યાં સહયોગ વધારી શકાય છે. મોટા પાયે ડિજિટલ ગવર્નન્સ પ્લેટફોર્મ અને સસ્તું આરોગ્યસંભાળ ડિલિવરી મોડેલો રજૂ કરવામાં આર્જેન્ટિના ભારતના અનુભવમાંથી શીખવા માટે ઉત્સુક હોવાનું કહેવાય છે.
ચોથો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર
મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરના આંકડા મુજબ બંને દેશોનો બાઇલેટરલ ટ્રેડ 2019થી 2022 સુધી ત્રણ વર્ષોમાં બે ઘણાથી વધારે થઇ ગયો. જે 2022માં 6.4 બિલિયન અમેરિકી ડોલર સાથે પીક પર હતો. 2021-2022માં ભારત આર્જેન્ટિનાનો ચોથો સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર હતું. આર્જેન્ટિનાએ ભારતને ખાદ્ય તેલ, સોયાબીન તેલના પ્રાઇમરી સપ્લાયરમાંથી એક છે. જો કે આર્જેન્ટિનામાં ભયંકર દુષ્કાળને કારણે, 2023 માં ભારત-આર્જેન્ટિના દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો અને તે 39 ટકા ઘટીને US$3.9 બિલિયન થયો.
2024 માં સારી હવામાન પરિસ્થિતિઓ અને નવી સરકાર હેઠળ વધુ સ્થિર અર્થતંત્ર સાથે વેપારએ ફરીથી ગતિ પકડી, 33 ટકા વધીને US$5.2 બિલિયન થયો. 2025 ના શરૂઆતના મહિનાઓમાં ભારત-આર્જેન્ટિના વેપારમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 53.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો વેપાર US$2,055.14 મિલિયન હતો. ભારતને આર્જેન્ટિનાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ માનવામાં આવે છે.
