કતારમાં તાજેતરમાં એક મોટા LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) પ્લાન્ટને ભારે નુકસાન પહોંચતા વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા વધી ગઈ છે. કતાર વિશ્વના સૌથી મોટા LNG નિકાસકારોમાંથી એક છે અને તેની અસર સીધી રીતે ભારત જેવા દેશો પર પડી શકે છે, જે પોતાની ઊર્જાની જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે.
LNG નિકાસ ક્ષમતામાં લગભગ 17 ટકા નુકસાન થયું
કતાર એનર્જીના CEO અને ઊર્જા બાબતોના રાજ્ય મંત્રી સાદ અલ-કાબીએ જણાવ્યું કે ઈરાનના હુમલાઓને કારણે કતારની LNG નિકાસ ક્ષમતામાં લગભગ 17 ટકા નુકસાન થયું છે. જેના કારણે દર વર્ષે અંદાજે 20 અબજ ડોલરનું આવકનું નુકસાન થયું છે.
અલ-કાબીના જણાવ્યા અનુસાર, મરામત કાર્યને કારણે આગામી 3 થી 5 વર્ષ સુધી દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન અસરગ્રસ્ત રહેશે. જેના કારણે ચીન અને ભારત સહિત યુરોપ અને એશિયાના દેશોની સપ્લાય પર ખતરો ઊભો થઈ શકે છે.
ઈરાન દ્વારા હુમલાઓમાં કતારની 14 LNG ટ્રેનોમાંથી ઓછામાં 2 ટ્રેનોને નુકસાન
છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં કતારની 14 LNG ટ્રેનોમાંથી ઓછામાં ઓછી 2 ટ્રેનોને નુકસાન થયું છે. ઉપરાંત તેની 2 ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓમાંથી એક પણ ક્ષતિગ્રસ્ત થઈ છે.
માહિતી મુજબ, આ પ્લાન્ટને કોઈ ટેકનિકલ ખામી અથવા દુર્ઘટનાના કારણે નુકસાન થયું છે, જેના કારણે ઉત્પાદન ક્ષમતા પર મોટો અસર પડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટનાના કારણે ગેસ સપ્લાયમાં ઘટાડો આવી શકે છે અને તેની અસર આગામી 5 વર્ષ સુધી જોવા મળી શકે છે.
ભારત, જે પોતાની LNG જરૂરિયાતનો મોટો ભાગ કતાર પાસેથી આયાત કરે છે, આ પરિસ્થિતિથી પ્રભાવિત થઈ શકે છે. જો સપ્લાયમાં ઘટાડો થાય, તો દેશના બજારમાં ગેસના ભાવમાં વધારો થઈ શકે છે. તેનો પ્રભાવ વીજ ઉત્પાદન, ખાતર ઉદ્યોગ અને CNG-PNG જેવા ક્ષેત્રોમાં પણ પડશે.
આ સંકટને કારણે ભારતને વિકલ્પિક સ્ત્રોતો શોધવા પડશે
ઊર્જા નિષ્ણાતોનું કહેવું છે કે આ સંકટને કારણે ભારતને વિકલ્પિક સ્ત્રોતો શોધવા પડશે, જેમ કે ઑસ્ટ્રેલિયા, અમેરિકા અથવા રશિયા પાસેથી LNG આયાત વધારવી પડશે. જોકે, આ વિકલ્પો વધુ ખર્ચાળ હોઈ શકે છે, જેના કારણે દેશમાં ઊર્જા મોંઘી બની શકે છે.
કતાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે પ્લાન્ટની મરામત અને ઉત્પાદનને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે સમય લાગી શકે છે. આ દરમિયાન વૈશ્વિક ગેસ બજારમાં અસ્થિરતા અને ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી શકે છે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન કેટલી સંવેદનશીલ છે. ભારત જેવા ઝડપી વિકસતા દેશ માટે જરૂરી છે કે તે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા લાંબા ગાળાની રણનીતિ અપનાવે.