ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તુર્કીયેએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તેણે સીધું ભારત પર નિશાન સાધ્યુ હતુ. પણ હવે તેને આ ગદ્દારીની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. હવે તુર્કીયેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે. વાસ્તવમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનને ટેકો આપ્યા પછી, ભારતમાં તુર્કીયેનો ઘણો વિરોધ થયો હતો. ભારતીયોએ 'બાયકોટ તુર્કી' ઝુંબેશ શરૂ કરી હતી અને સમગ્ર દેશમાં તુર્કીયે સામાનનો વિરોધ કર્યો હતો.


'ઓપરેશન સિંદૂર' દરમિયાન સત્ય આવ્યુ બહાર

જૂનમાં તુર્કીયેની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 37%નો મોટો ઘટાડો થયો હતો. તુર્કીના સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ વર્ષે જૂનમાં ફક્ત 24,250 ભારતીય પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ સંખ્યા 38,307 હતી. મે મહિનામાં પણ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. તે સ્પષ્ટ છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનને ટેકો આપ્યા પછી, ભારતીયોએ તુર્કીયેની મુલાકાત લેવાનું ટાળ્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં તુર્કીયે બનાવટના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 9 મેના રોજ, ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તોડી પાડવામાં આવેલા ડ્રોનના કાટમાળમાંથી આ વાત બહાર આવી છે.

તુર્કીયેનો પ્રચાર-પ્રસાર બંધ

ભારતીય પ્રવાસીઓના બહિષ્કાર પછી તુર્કીના પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. MakeMyTrip, EaseMyTrip અને Cleartrip જેવા ટ્રાવેલ પોર્ટલોએ પણ તુર્કીયેનો પ્રચાર કરવાનું બંધ કરી દીધું છે. હવે દરિયાકિનારા અને પર્યટન સ્થળો માટે પ્રખ્યાત તુર્કીને ભારતીય પ્રવાસીઓના બહિષ્કારને કારણે ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Follow us on: