સધર્ન કમાન્ડે ટેન્કરો જપ્ત કરવાની જાહેરાત કરતા કહ્યું કે, અમેરિકનોએ કોઈ ઘટના વિના પ્રતિબંધિત ડાર્ક ફ્લીટ મોટર ટેન્કર જપ્ત કર્યું હતુ.
યુએસ સૈન્યએ કેરેબિયનમાં જપ્ત કર્યા ટેન્કર
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, અમેરિકાએ બ્રિટિશ સહાયથી એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર "મરિનેરા"ને બળજબરીથી જપ્ત કર્યું. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી કે તેણે મરીનેરાને જપ્ત કરવામાં અમેરિકાને મદદ કરી હતી. આ કાર્યવાહીથી રશિયા ગુસ્સે ભરાયું છે. જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. દરમિયાન, યુએસ સૈન્યએ કેરેબિયનમાં બીજા ટેન્કરને જપ્ત કર્યું હતુ.
ઉત્તર એટલાન્ટિકમાં જહાજ કરાયા જપ્ત
બંને ટેન્કરો અલગ-અલગ કામગીરીમાં જપ્ત કરવામાં આવ્યા હતા. યુએસ સૈન્યએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે અઠવાડિયાના પીછો પછી, યુએસ સૈન્યએ ઉત્તર એટલાન્ટિકમાં વેનેઝુએલાના પ્રતિબંધિત તેલ ટેન્કર જપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી જાહેર કરતા, યુરોપિયન કમાન્ડે જણાવ્યું હતું કે, યુએસસીજીસી મુનરો દ્વારા ટ્રેક કરવામાં આવ્યા બાદ યુએસ ફેડરલ કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટ અનુસાર આ જહાજ ઉત્તર એટલાન્ટિકમાં જપ્ત કરવામાં આવ્યું હતું.
ટેન્કરને એસ્કોર્ટ કરવા સબમરીન મોકલાઇ
યુએસ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રશિયાએ ખાલી તેલ ટેન્કરને એસ્કોર્ટ કરવા માટે સબમરીન મોકલી હતી જેનો અમેરિકી સૈન્ય અઠવાડિયાથી પીછો કરી રહ્યું હતું અને જપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ તેલ ટેન્કર અગાઉ બેલા-1 તરીકે ઓળખાતું હતું. અમેરિકા ગયા મહિનાથી બેલા-1નો પીછો કરી રહ્યું હતું, જોકે તેણે અગાઉ યુએસ લશ્કરી નાકાબંધી ટાળી હતી અને યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા તેને જપ્ત કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ પ્રિઝર્વેટિવ્સ ખોરાક કેન્સરના કોષોના વિકાસને આપે છે પ્રોત્સાહન, જાણો શું કહે છે નિષ્ણાંતો?
