યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પ પાસે ટેરિફ લાદવાનો કાયદેસર અધિકાર નથી.

વસૂલેલા તમામ ટેરિફ પરત કરોઃ અમેરિકી SC

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. અને જણાવ્યુ છે કે, ટ્રમ્પે લગાવેલો ટેરિફ ગેરકાયદેસર છે. તેઓએ હમણા સુધી વસૂલેલા તમામ ટેરિફ પરત કરવા પડશે. SCએ વધુમાં કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિને ટેરિફ મામલે કોઇ અધિકાર નથી. ભારત પર લગાવેલા 18 ટકા ટેરિફને પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

પોતાના અધિકારક્ષેત્રને ઓળંગ્યુઃ અમેરિકી SC

ટ્રમ્પે શરૂઆતમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, જે બાદમાં રશિયન તેલ ખરીદવા બદલ 25% દંડ તરીકે વધારીને 50% કરવામાં આવ્યો હતો. જોકે, વેપાર કરાર બાદ તે ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યા છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે ટ્રમ્પે ઘણા બધા દેશો પર ટેરિફ લાદીને પોતાના અધિકારક્ષેત્રને ઓળંગી દીધું છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટીમાં ઉપયોગ માટે રચાયેલ કાયદા હેઠળ ટેરિફ લાદ્યા હતા.

ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નથીઃ અમેરિકી SC

યુએસ બંધારણ મુજબ, કર અને ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નહીં, પરંતુ કોંગ્રેસ પાસે છે. જો કે, ટ્રમ્પે ટેરિફનો ઉપયોગ મુખ્ય આર્થિક અને વિદેશ નીતિના સાધન તરીકે કર્યો છે. રિપબ્લિકન નેતાએ આ ટેરિફને અમેરિકન આર્થિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યા અને આગાહી કરી કે તેમના વિના દેશ બરબાદ થઈ જશે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ પહોંચ્યા આસમાને, શું પેટ્રોલ-ડીઝલ થશે મોંઘુ?