અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એક બાદ એક મોટા ઝટકા આપ્યા છે. પહેલા તેમને ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો હતો અને સાથે જ રશિયા સાથે તેલ અને હથિયારની ખરીદી ચાલુ રાખવા પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવી દીધો છે. એટલે હવે ભારત પર કૂલ 50 ટકા ટેરિફ લગાવી દેવામાં આવ્યો છે.

અમેરિકામાં ટેક્સટાઈલની મોટી માત્રામાં નિકાસ

ત્યારે તમને જણાવી દઈએ કે ટેરિફ લાગુ થયા બાદ દેશના કયા બિઝનેસ સેક્ટર તેનાથી પ્રભાવિત થશે. દેશમાં કપડાં, ચંપલ, જ્વેલરી, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્મા, મશીન સહિત ઘણા વેપાર પર તેની અસર જોવા મળશે. ટેરિફની અસર દેશના કપડા અને ચંપલના વેપાર પર જોવા મળશે, કારણ કે ટેક્સટાઈલની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે અને અમેરિકા ભારતીય કપડા અને ફૂટવેરનો સૌથી મોટો આયાત કરતો દેશ છે. અમેરિકા તેની આયાતના લગભગ 14 ટકા કપડા ભારતમાંથી લે છે અને અમેરિકા સાથે 5.9 અરબ ડોલરનો કારોબાર છે.

ભારતના જ્વેલરી અને ડાયમંડ બિઝનેસ પર પણ અસર પડી શકે

આ સિવાય ભારતના જ્વેલરી અને ડાયમંડ બિઝનેસ પર પણ અસર પડશે. ભારત દુનિયાના સૌથી મોટા ડાયમંડ એક્સપોર્ટરમાંથી એક છે. કૂલ ડાયમંડ એક્સપોર્ટનો મોટો હિસ્સો અમેરિકામાં જાય છે. અમેરિકામાં ભારતીય જ્વેલરીની 15.6 ટકા ભાગીદારી છે અને 3.5 અરબ ડોલરનો કારોબાર છે. આ સાથે જ ઓટોમોબાઈલ અને ઓટોપાર્ટસ વેપાર પણ અસર પડશે. કારણ કે મોટી માત્રામાં અમેરિકાને ઓટો પાર્ટસ એક્સપોર્ટ કરવામાં આવે છે. આ સિવાય અન્ય ઘણા સેક્ટર્સમાં પણ ટેરિફની અસર જોવા મળશે. તેમાં ઈલેક્ટ્રોનિક્સનો 7.5 અરબ ડોલરનો વેપાર પ્રભાવિત થશે, જેની કૂલ અમેરિકી આયાતમાં ભારતની ભાગીદારી 6.5 ટકા છે. આ સિવાય ફાર્મા મશીન ઈન્ડસ્ટ્રીઝ જે અમેરિકી બજારમાં 3.1 ટકા ભાગીદારી રાખે છે, તે કારોબાર પર પણ મોટી અસર જોવા મળી શકે છે.