નાગરિક પરમાણુ ક્ષેત્રમાં કરારથી અમેરિકા આર્મેનિયાને પરમાણુ ટેકનોલોજી, સાધનો અને બળતણ પૂરું પાડી શકશે.

આર્મેનિયાની નિર્ભરતા થશે ઓછી

આર્મેનિયાના પીએમ નિકોલ પાશિન્યાન અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વાન્સે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે.ડી.વાન્સ બે દિવસની મુલાકાતે આર્મેનિયામાં છે. અમેરિકાના કોઇ ઉપરાષ્ટ્રપતિની આ પ્રથમ આર્મેનિયાની મુલાકાત છે. અમેરિકા રશિયાના લાંબા સમયથી સાથી રહેલા આર્મેનિયા સાથે તેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગે છે. આ કરારને 123 કરાર' કહેવામાં આવે છે.

સાધનો અને બળતણ પૂરું પાડશે

કાયદેસર રીતે અમેરિકાને બીજા દેશને પરમાણુ ટેકનોલોજી, સાધનો અને બળતણ પૂરું પાડવાની મંજૂરી આપે છે. આ કરાર શરૂઆતમાં અમેરિકાને આર્મેનિયામાં આશરે $5 બિલિયન મૂલ્યની પરમાણુ ટેકનોલોજી અને સાધનો નિકાસ કરવાની મંજૂરી આપશે. વધુમાં, આગામી વર્ષોમાં ઇંધણ પુરવઠા અને જાળવણી સંબંધિત આશરે $4 બિલિયનના વધારાના કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.

આર્મેનિયા સાથેનો કરાર શા માટે મહત્વપૂર્ણ ?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, આ કરાર બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગને નવી દિશા આપશે. પીએમ નિકોલ પાશિન્યાને તેને યુએસ-આર્મેનિયા સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત તરીકે વર્ણવ્યું છે. અત્યાર સુધી, આર્મેનિયા તેની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે રશિયા અને ઈરાન પર આધાર રાખતો હતો. આર્મેનિયા પાસે ફક્ત એક જ પરમાણુ રિએક્ટર, મેટ્સામોર છે. આ પ્લાન્ટ રશિયન સહાયથી બનાવવામાં આવ્યો હતો અને હવે તે નોંધપાત્ર રીતે જૂનો થઈ ગયો છે.

જે.ડી.વાન્સની આર્મેનિયાની મુલાકાત મહત્વની કેમ ?

છ મહિના પહેલા, યુએસ મધ્યસ્થી હેઠળ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે શાંતિ કરાર થયો હતો. આ મુલાકાત દરમિયાન વાન્સ-ટ્રમ્પ રૂટ ફોર ઇન્ટરનેશનલ પીસ એન્ડ પ્રોસ્પેરિટી નામની યોજનાનો પણ પ્રચાર કરી રહ્યા છે. આ 43 કિલોમીટર લાંબો કોરિડોર દક્ષિણ આર્મેનિયામાંથી પસાર થશે. જે અઝરબૈજાનને તેના નખ્ચિવન પ્રદેશ અને પછી તુર્કીયે સુધી સીધો માર્ગ આપશે. આ કોરિડોરના નિર્માણથી એશિયા અને યુરોપ વચ્ચે જોડાણ વધશે અને રશિયા અને ઈરાનને બાયપાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બદલાઇ રહ્યુ છે NATOનું માળખું, અમેરિકા પછી ઇટલી અને બ્રિટન બનશે વધુ શક્તિશાળી !