1 ઓગષ્ટ 2025થી અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે. જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટી અસર જોવા મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતથી આયાત થનાર વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યુ છે કે, ભારત અમેરિકાની વસ્તુઓ પર હાઇ ટેરિફ લગાવે છે. તેની સમક્ષ આ 'પારસ્પરિક ટેરિફ' લાગૂ કરવામાં આવ્યુ છે.
ભારતીય અર્થતંત્ર પર ઉંડી અસર
ભારતીય નિકાસકારો ઓટોમોબાઇલ, ફાર્માસ્યૂટિકલ્સ અને આભૂષણ ક્ષેત્રમાં તેની ઉંડી અસર જોવા મળશે. ભારત સરકારે તેનું અધ્યયન શરુ કર્યુ છે. અને વેપાર વાર્તાને તેજ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. નિષ્ણાંતોનું માનવુ છે કે, અમેરિકાનું ટેરિફ ભારતીય અર્થતંત્ર અને રૂપિયા પર દબાણ કરી શકે છે. ટ્રમ્પે આ મામલે અગાઉ જ સંકેત આપ્યા હતા. અને જણાવ્યુ હતુ કે, ભારત અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મામલે અંતિમ રૂપ નહી આપે તો ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.
કયા દેશ પર કેટલું ટેરિફ ?
અમેરિકાએ ટ્રમ્પ સરકાર હેઠળ કેટલાય દેશ પર 'પારસ્પરિક ટેરિફ' લાગૂ કર્યા છે. જે દેશ સાથે ટ્રેડ ડીલ પૂર્ણ થઇ છે. તેમની સાથે નિમન્ન તરીકે ટેક્સ લાદવામાં આવ્યો છે. ફિલિપાઇન્સમાં 22 જુલાઇ 2025ના રોજ અમેરિકા અને ફિલિપાઇન્સને એક દ્વિપક્ષીય વેપાર કરાર કરવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સ નિકાસ પર 19% ટેરિફ લગાવવામાં આવ્યુ હતુ. ફિલિપાઇન્સે અમેરિકાની વસ્તુએ જેવી કે, ઓટોમોબાઇલ્સ અને ઔદ્યોગિક ઉત્પાદન પર ટેરિફ હટાવ્યો છે. ઇન્ડોનેશિયા પર 19% ટેરિફ લાગૂ કરવામાં આવ્યો છે. જે અગાઉ 32% હતો. જાપાન પર 15 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. યુકે પર 10 ટકા ટેરિફ છે. ચીને અમેરિકા સાથે વેપાર સમજૂતી કરી છે. જેના પરિણામે 30 ટકા ટેરિફ લગાવવામાં આવ્યુ છે. કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફની જાહેરાત હતી. પરંતુ બાદમાં યૂએસએમસીએ હેઠળ છૂટ આપવામાં આવી હતી.