અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં વિશાળ તેલ ભંડાર બનાવવામાં મદદ કરવાની જાહેરાત કરી છે. જે બાદ પાકિસ્તાનના પીએમ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. શહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ઇસ્લામાબાદ-વોશિગ્ટન વચ્ચે થયેલા 'ઐતિહાસિક' વેપાર સમજૂતી પર ધન્યવાદ આપ્યો હતો. અને આશા વ્યક્ત કરી હતી કે, બન્ને દેશ વચ્ચે સહયોગ વધશે.

તેલ ભંડાર મામલે સમજૂતી

બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલૂચે ટ્રમ્પને પત્ર લખીને જણાવ્યુ હતુ કે, ઇસ્લામાબાદના સૈન્ય નેતૃત્વે અમેરિકાને પાકિસ્તાનના સંસાધનોના માધ્યમથી ગુમરાહ કર્યુ છે. તેલ ભંડાર પંજાબ નહી પણ બલૂચિસ્તાનમાં સ્થિત છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, અમેરિકા અને પાકિસ્તાનને તેલ ભંડાર મામલે સમજૂતી કરી છે. મીર યાર બલૂચે વધુમાં કહ્યુ હતુ કે, જો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને સેના જો બલૂચિસ્તાનના ખજાના સુધી પહોંચી છે તો તેનું પરિણામ ગંભીર આવશે.

બલૂચિસ્તાનની ધમકી

બલૂચ માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલૂચે એ પણ જણાવ્યુ હતુ કે, બલૂચિસ્તાનના લૂંટાયેલા સંસાધનોનો લાભ ન થાય તો સ્થાનિકોને પણ તેના લાભ નહી મળે. ભારત અને ઇઝરાયલ વિરોધી જેહદી જૂથમાં વધારો કરશે અને મજબૂતી લાવશે. પૂરે દક્ષિણ-એશિયા સહિત વૈશ્વિક સ્થિરતાને પણ ખતરામાં લાવશે. મીર યાર બલૂચે ફરી કહ્યુ હતુ કે, અહીં બલૂચની જનતાની નહી પણ વૈશ્વિક સુરક્ષાની વાત છે. તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે, બલૂચિસ્તાન પૈસા માટે પોતાને વેચશે નહી. તેઓ પાકિસ્તાન, ચીન અથવા અન્ય કોઇપણ દેશને તેમના દેશના ખજાના સુધી પહોંચવા દેશે નહી.