અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને ગ્રીન કાર્ડ ધરાવતા લોકો માટે ચેતાવણી જાહેર કરી છે. તેઓએ જણાવ્યુ છે કે, કોઇપણ પ્રકારનો નાનો-મોટો ગુનો ગ્રીન કાર્ડ રદ્દ થવા માટે અને જેલની સજા માટે મુખ્ય કારણ બની શકે છે. CBPએ સ્પષ્ટ કર્યુ છે કે, ગ્રીન કાર્ડ વિશેષાધિકાર છે. જેને ગુનો દાખલ થવા પર છીનવી શકાય છે. આ કડક નિયમ બાદ અપ્રવાસી સમૂહમાં ભયનો માહોલ છે. અને અસુરક્ષિત હોવાનો અનુભવ વધતો જઇ રહ્યો છે.


કાયદાઓ તોડ્યા તો ખેર નહીં

CBPનું કહેવું છે કે, અમેરિકાના ઇમિગ્રેશન કાયદાઓ, સરકારને સંપૂર્ણ અધિકાર આપે છે કે, તેઓ ગ્રીન કાર્ડ ધરાવતા લોકોની નાગરિકતા છીનવી શકે. જે લોકોએ અમેરિકાના કાયદાઓ તોડ્યા છે. નાના-મોટા કોઇપણ અપરાધ કર્યા છે. તે તેમના વિરુદ્ધ તપાસ થશે. અને તેમને ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. અથવા તેઓને જેલમાં મોકલવામાં આવી શકે છે. આ ચેતાવણી બાદ સ્થાનિકોમાં ભયનો માહલો છે. અને તેમને પોતાની નાગરિકતા છીનવાઇ જવાનો ડર સતાવી રહ્યો છે.

કાયદાઓ શું કહે છે ?

અમેરિકાનું ઇમિગ્રેશન એન્ડ નેશનલિસ્ટી એક્ટ સ્પષ્ટપણે કહે છે કે, ડ્રગ્સ તસ્કરી, દગાબાજી, ઘેરલું હિંસા વગેરે જેવા ગુનાઓ ગ્રીન કાર્ડ છીનવી લેવા માટે પૂરતા છે. નાના મોટા અપરાધો નાગરિકતા પર પ્રશ્નો ઉભો કરશે. નાગરિકો પર તવાઇ ઉભી થઇ છે. અમેરિકી એજન્સીઓની ભાષા હવે પહેલા કરતા વધુ તીખી થઇ ગઇ છે. તેના કાયદા અને નિયમો વધુ કડક બન્યા છે. સરકાર હવે ત્વરિત પગલા લઇ રહી છે. જેના કારણે સ્થાનિકો અને અપ્રવાસીઓમાં ભયનો માહોલ અને અસુરક્ષાનો ડર જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: