ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકા રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી છે. ત્યારથી દેશ પર નવા નવા સંકટો આવી રહ્યા છે. ટૈરિફ નામનું સંકટ સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યુ છે. ટ્રમ્પના કડક નિયમો અમેરિકા માટે નુકસાનનું કારણ બની છે. આવી અટપટી નીતિઓના કારણે પ્રવાસીએ અમેરિકામાં ફરવાનું પસંદ નથી કરી રહ્યા. વર્લ્ડ ટૂરિઝમ ફોરમ ઇન્સ્ટિયૂટએ પણ ચેતાવણી આપી છે કે વૈશ્વિક તણાવ, વીઝાના કડક નિયમોથી અમેરિકાના પ્રવાસન ક્ષેત્રે મોટી અસર પહોંચી છે.
પ્રવાસન ક્ષેત્રે નુકસાન
હાલમાં એક રિપોર્ટ સામે આવી છે કે, ટ્રમ્પ નીતિઓના કારણે પ્રવાસન ક્ષેત્રે 64 અરબ ડૉલરનો ફટકો પડ્યો છે. ટ્રમ્પના કડક નિયમોને કારણે ભવિષ્યમાં વેપાર જગત પર પણ મોટી અસર જોવા મળી શકે છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સની સંયુક્ત સંસ્થા ટૂરિઝમ ઇકોનોમિક્સની એક રિપોર્ટ સામે આવી છે. અમેરિકાની સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય યાત્રામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 64 અરબ ડૉલરના નુકસાનની સાથે વિદેશી યાત્રીઓની સંખ્યામાં વર્ષ 2024ની તુલનામાં વર્ષ 2025માં 5.1%નો ઘટાડો જોવા મળ્યો છે. યાત્રીઓના ખર્ચમાં પણ 10.9% ઘટાડો નોંધાયો છે. જેના કારણે વર્ષ 2025માં 18 અરબ ડૉલરનું નુકસાન પહોંચી શકે છે.
અન્ય દેશ બન્યા વિકલ્પ
ફ્રાન્સ, ઉજ્બેકિસ્તાન અને આર્જેંટીનાથી આવેલા પ્રવાસીઓ જણાવ્યુ હતુ કે, નીતિઓના કારણે તેમની યાત્રા પર કોઇ અસર થયો નથી. પરંતુ અમુક પ્રવાસીઓ હવે અન્ય દેશ તરફ આકર્ષિત થયા છે. કેનેડાના યાત્રીઓ અમેરિકા તરફ પ્રયાણ કરવાનું ઓછું કરી રહ્યા છે. NYC ટૂરિઝમના અધ્યક્ષ જૂલી કોકરે જણાવ્યુ હતુ કે, ન્યૂયોર્ક શહેરમાં વર્ષ 2024માં 1.29 કરોડ વિદેશી પ્રવાસી આવ્યા હતા. ત્યારે હવે આ સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યૂરોપ, બ્રિટન અને જર્મની પ્રવાસીઓ માટે યોગ્ય વિકલ્પ સાબિત થઇ રહ્યા છે.