ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે વાતચીત શરુ છે. અમેરિકાના સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ પર ભારતના ટેરિફને WTOમાં પડકાર આપ્યો છે. અમેરિકાએ જણાવ્યુ છે કે ભારત પાસે આ મામલે કોઇ કાયદો નથી. તો આ તરફ, ભારતે દાવો કર્યો છે કે, અમેરિકાના ટેરિફના કારણે ભારતીય વસ્તુઓ પર અસર જોવા મળી રહી છે. અમેરિકાએ દુનિયાભરમાં ટેરિફ મામલે ભૂકંપ સર્જ્યો છે.
ટેરિફના કારણે વેપાર-ધંધાને અસર
અમેરિકાએ પોતાના ટેરિફને બચાવવા માટે કહ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આ પગલું આવશ્યક છે. તો આ તરફ, ભારતે જણાવ્યુ છે કે, અમેરિકાના ટેરિફના કારણે અહીં વેપાર-ધંધાને અસર થશે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે વાતચીત શરુ છે. જલદી જ આ મામલે કોઇને કોઇ નર્ણય લેવામાં આવશે. પરંતુ કરારમાં WTOનો વિવાદ પણ સામેલ છે. વર્ષ 2018માં અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા અને 10 ટેક્સ લગાવ્યો હતો. વર્ષ 2025માં સ્ટીલ, એલ્યુમિનિયમમાં સુરક્ષા સંબંધી બદલાવ કર્યા હતા. અને 12 માર્ચથી તેને લાગૂ કરવામાં આવ્યો હતો.
કૃષિ અને ડેરી બાબતે પેંચ ફસાયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી સંકેત આપ્યા છે કે, ભારત સાથે વેપાર કરાર કરવા માટે અમેરિકા અંતિમ તબક્કામાં છે. અમેરિકા ભારતને 20% ઓછા ટેરિફની રજૂઆત રહ્યુ છે. પણ ટ્રેડ ડીલમાં કૃષિ અને ડેરી બાબતે વાતચીતનો પેંચ ફસાયો છે. જો આ મુદ્દા સ્પષ્ટ થઇ જાય તો આ મામલે તુરંત કરાર કરવામાં આવશે.