અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ યૂક્રેન યુદ્ધમાં રશિયા પર દબાણ વધારવા માગે છે. રશિયામાંથી સામાન આયાત કરનાર દેશો પર 100% સેકેન્ડરી ટૈરિફ લગાવવાની ધમકી ટ્રમ્પ સરકારે આપી છે. આ ધમકીના કારણે ભારત અને ચીન પર મોટી અસર જોવા મળી શકે છે. નોટો સેક્રેટરી માર્ક રુટ સાથે ટ્રમ્પે બેઠક યોજી હતી. અને તે બાદ નવી રણનીતિ બનાવી હતી. જેમાં રશિયા જ નહી પણ તેની સાથે વેપાર કરનાર અન્ય દેશો પર પણ મોટો ઝટકો લાગી શકે છે.


સેકેન્ડરી ટૈરિફનો અર્થ શું ?

રશિયાના પ્રમુખ વેપારીઓની યાદીમાં ભારત, ચીન, બ્રાઝીલ, તુર્કીએ અને દક્ષિણ કોરિયા સામેલ છે. આ દેશ રશિયા એનર્જી, ફર્ટિલાઇઝર, મેટલ્સ અને રક્ષા ઉત્પાદનો પર વધુ નિર્ભર છે. અમેરિકાના સેકેન્ડરી સેકશન તેમને વોશિંગટન સાથે વેપાર કરવાનો અથવા મોસ્કો સાથે સંબંધ યથાવત્ રાખવાના વિકલ્પથી મજબૂર કરશે. આ પ્રકારના પ્રતિબંધ દુનિયાભરમાં સપ્લાઇ ચેનને અસ્થિર કરી શકે છે. સેકેન્ડરી ટૈરિફ એવા પ્રતિબંધો છે જે કોઇ દેશ પરથી અન્ય ત્રીજા દેશ પર લગાવવામાં આવે છે. જે પ્રત્યક્ષરૂપથી પ્રતિબંધિત દેશ સાથે વેપાર કરે છે. સેકેન્ડરી ટૈરિફ પ્રાઇમરી ટૈરિફ કરતા જુદા હોય છે.

સેકેન્ડરી ટૈરિફથી રશિયાને થશે અસર ?

અમેરિકાએ રશિયા પર કડક પ્રતિબંધ લગાવ્યા છે. તેમ છતાં રશિયા પોતાની અર્થવ્યવસ્થા ચલાવવા પર અને વિકાસ કરવામાં સફળ રહ્યુ છે. રશિયાએ ચીન, ઉત્તર કોરિયા અને ઇરાન સાથે મળીને એક એવું નેક્સેસ તૈયાર કર્યુ છે. જે ડૉલરને બાયપાસ કરીને બાર્ટર સિસ્ટમ હેઠળ એકબીજા સાથે વેપાર કરશે. ભારતક. તુર્કિએ, પાકિસ્તાન, બ્રાઝીલ જેવા દેશે અમેરિકા સાથે સારા સંબંધો રાખ્યા છે. તેમ છતાં યૂક્રેન યુદ્ધ બાદ રશિયા સાથે સારા વેપારી સંબંધો વિકસિત કર્યા છે. સારી કિંમતે સામાન મળી રહેતા રશિયાનું અર્થતંત્ર હજુ સુસજ્જ છે. 

  • Follow us on: