અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી યુએસ રાષ્ટ્રપતિ બનવાની સાથે જ ટેરિફ કિંગનો તાજ પણ પોતાના માથા પર પહેર્યો છે. ટેરિફના રાજા બનેલા ટ્રમ્પે હવે સંસદમાં એક બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે. જે રશિયા સાથે વેપાર કરતા દેશો પર 500 ટકા ટેક્સ લગાવવાની હિમાયત કરે છે. આમાં ચીનની સાથે ભારત પણ સામેલ છે. ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી આ પરવાનગીનો દાવો દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે કર્યો હોતો.

ટેરિફના નામે ધમકી કેમ ?

દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદ લિન્ડસે ગ્રેહામે જણાવ્યુ છે કે, તેઓએ આ બિલનો પ્રસ્તાવ મૂક્યો છે. આ તેમના માટે એક મોટી સફળતા સમાન છે. યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામે ભારત અને ચીનને ચેતવણી આપી છે કે જો આ દેશો રશિયા પાસેથી તેલ અને અન્ય ઉત્પાદનો ખરીદવાનું ચાલુ રાખશે અને યુક્રેનને મદદ નહીં કરે, તો અમેરિકામાં તેમના ઉત્પાદનો પર 500 ટકાનો મોટો ટેરિફ લાદવામાં આવશે. ગ્રેહામે વધુમાં કહ્યુ હતુ કે, ભારત અને ચીન રશિયામાંથી લગભગ 70% તેલ ખરીદી રહ્યા છે. આ પુતિનના યુદ્ધ મશીનને બળ પુર પાડે છે. જો તેઓ આ કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા આ ​​દેશો પર ભારે ટેરિફ લાદશે.

ટેરિફથી દબાણ કરવાનું કામ ?

લિન્ડસે ગ્રેહામ કહે છે કે તેમના બિલના 84 સમર્થકો છે. તેનો હેતુ ભારત અને ચીન જેવા દેશો પર દબાણ લાવવાનો છે. જેથી તેઓ રશિયા પાસેથી તેલ અને અન્ય સામાન ખરીદવાનું બંધ કરે. આનાથી રશિયાનું અર્થતંત્ર નબળું પડશે અને પુતિનને યુક્રેનમાં શાંતિ મંત્રણા કરવાની ફરજ પડશે. આ બિલ ઓગસ્ટમાં યુએસ સંસદમાં રજૂ થઈ શકે છે. અમેરિકા યુક્રેન પર રશિયન હુમલાને રોકવા માટે રશિયા પર આર્થિક દબાણ વધારવા માંગે છે. જો કે, ભારત અને ચીન અત્યાર સુધી પશ્ચિમી પ્રતિબંધોને અવગણી રહ્યા છે અને સસ્તા ભાવે રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે.