અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને હાલમાં લોકો 'ટેરિફ કિંગ' તરીકે ઓળખ છે. તેઓએ ટેરિફ મામલે આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ પેદા કરી છે. ભારતમાંથી આવનાર સામાન પર તેઓએ 25% ટેરિફ લગાવ્યુ છે. આ ટેરિફ બુધવારથી લાગૂ થશે. અમેરિકાએ ચીનને 200 ટકા ટેરિફ લગાવવા મામલે ધમકી આપી છે. આનો અર્થ એ થાય છે કે, ભારત અને ચીનમાંથી અમેરિકા જનાર સામાન મોંઘા થઇ જશે.
ભારત-રશિયાના સંબંધો પર નજર
ડૉનાલ્ડ ટ્ર્મ્પે ચીનને 200 ટકા ટેરિફ લગાવવા માટેની ધમકી આપી છે. જેના કારણે ભારત અને ચીનના સામાન અમેરિકામાં મોંઘા થઇ જશે. જેના કારણે વેપાર પર મોટી અસર પડશે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો અમેરિકાને ખૂંચી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી ઓછી રાખે અને વધુ પડતો વેપાર અમેરિકા સાથે કરે. તો આ તરફ અમેરિકાએ ચીનને 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. જેના કારણે ચીને પોતાના રાજદૂતને અમેરિકા મોકલ્યો છે. ચીનમાં દુનિયાના 90 ટકા ચુંબક તૈયાર કરવામાં આવે છે. જે સ્માર્ટફોન અને ચિપ્સ જેવા ઉપકરણોમાં ઉરપયોગમાં લેવાય છે. અમેરિકાએ કડક વલણ અપનાવતા ચીને પોતાના રેયરની નિકાસ પર રોક લગાવી છે. તો આ તરફ, ચીન ભયના ઓથાર હેઠળ છે કે, જો તેના ખાસ મિત્રો ભારતને નહી છોડે તો તે સખ્ત વલણ અપનાવી શકે છે. તેથી ચીને પોતાના રાજદૂત લી ચેંગગૈંગને અમેરિકા મોકલ્યા છે. લી ચેંગગૈંગ અમેરિકામાં અધિકારીઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો હેતુ બન્ને દેશમાં ચાલી રહેલા ટેરિફ યુદ્ધને શાંત કરવાનો છે.
ચીન શોધી રહ્યુ છે નવુ બજાર
બન્ને દેશ વચ્ચે 90 દિવસની સમજૂતી કરારા કરવામાં આવ્યા છે. પરંતુ ટ્રમ્પના સખ્ત વલણની સામે આ સમજૂતી ટકશે કે નહી તે કહેવું મુશ્કેલ છે. ચીને જણાવ્યુ છે કે, અમેરિકા ટેરિફ ઓછુ કરે અને નવી ટેક્નોલોજી બજારમાં આવવા દે. પરંતુ અમેરિકા શું અપેક્ષા રાખશે તે કહેવું અઘરુ છે. ચીન અગાઉ પણ વર્ષ 2020માં ટ્રમ્પ સાથે ફેઝ-1 સમજૂતી કરી ચુક્યુ છે. જેમાં તેણે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદવા અંગે વચન આપ્યુ હતુ. અમેરિકા રિટેલર્સ તહેવાર પહેલા સામાન એકત્ર કરી રહ્યા છે. ટેરિફના કારણે તે અન્ય બજારોમાંથી પણ સામાન ખરીદી કરી શકે છે. ટેરિફના કારણે ચીનના વેપારીઓ નવુ બજાર શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
