ભારત દેશ ગુવાર શીંગનું સૌથી મોટુ ઉત્પાદન સ્થાન છે. દુનિયાની 80 ટકા ગુવાર શીંગ ભારતમાં જ ઉત્પાદિત થાય છે. અને અમેરિકા ગુવાર શીંગની મોટા પાયે ખરીદી ભારતમાંથી કરે છે. અમેરિકાએ ભારત પાસેથી થનારી આયાતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફ લગાવ્યુ છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગુવાર શીંગ મામલે છૂટ આપી છે. એટલે ભારતથી અમેરિકા જનાર ગુવાર શીંગ પર ટેરિફ નહી લગાવવા જાહેરાત કરી છે.
ગુવાર શીંગનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં
ગુવાર શીંગ એક શાકભાજી છે. ગુવાર શીંગ બીજ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. તેને જૂન-જુલાઇ મહિનામાં ભારતમાં રોપવામાં આવે છે. ગુવાર શીંગ ઓછા પાણીમાં ઉત્પન્ન થનાર શાકભાજી છે. તેથી તે રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. ગુવાર શીંગનો ઉપયોગ પશુચારામાં કરવામાં આવે છે. ગુવાર શીંગનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં કરવામાં આવે છે. ખાદ્ય, દવા, કાગળ, કપડા, વિસ્ફોટક, તેલ, ગેસ અને સૌંદર્ય પ્રસાધનો ગુવાર શીંગનો ઉપયોગ થાય છે. અમેરિકામાં સ્ટેબલાઇઝર અને બાઇન્ડરના રુપમાં કાર્ય કરવામાં આવે છે. ગુવાર ગમ એક પ્રાકૃતિક પ્રવાહી માટેનું એક પાવડર છે. તેનો સૌથી વધુ ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં થાય છે. ખાસ કરીને હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ અને ડ્રિલીંગ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુવાર ગમનો ઉપયોગ કાચુ તેલ કાઢવા માટે પણ કરવામાં આવે છે. ગુવાર ગમ તિરાડો પુરવા માટે કરવામાં આવે છે. ડ્રિલિંગ દરમિયાન ગુવાર ગમ તેલ જેવી ચિકાશ પકડી રાખે છે.
અમેરિકામાં ગુવાર શીંગનો સૌથી વધુ ઉપયોગ
અમેરિકા ગુવાર શીંગ અને ગુવાર ગમનું સૌથી મોટું ખરીદદાર છે. વર્ષ 2020-2021માં અમેરિકાએ 61.08 મિલિયન ડૉલરનું ગુવાર ગમ ભારત પાસેથી ખરીદ્યુ હતુ. ભારત સિવાય તેને અન્ય કોઇપણ સ્થળેથી ગુવાર ગમ ઉપલબ્ધ નહી થાય. અમેરિકાને જમીનમાંથી કાચુ તેલ અને ગેસ કાઢવા માટે ગુવાર ગમની આવશ્યકતા હોય છે. અમેરિકામાં શેલ ઓઇલ અને નેચરલ ગેસના ખનનમાં તેજી જોવા મળે છે. અને અમેરિકાની કંપનીઓ ગુવાર ગમનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેથી અમેરિકાએ ગુવાર શીંગ અને ગુવાર ગમ પર ટેરિફની છૂટ આપી છે.