બ્રિક્સ દેશમાં સામેલ બ્રાઝીલ પર ડૉનાલ્ડ ટ્રમ્પે 50 ટકાનું ટૈરિફ લગાવ્યુ છે. હવે રશિયા પર કાબૂ મેળવવા માટે ટ્રમ્પે ભારતને પોતાની કઠપૂતળી બનાવી છે. અમેરિકાની નીતિઓ આ મામલે પ્રયત્ન કરતી હોવાનું જોવા મળી રહ્યુ છે. એક તરફ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ આ બીલનું સમર્થન કરી રહ્યા છે. તો ભારત માટે આનાથી મુશ્કેલી સર્જાઇ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ એક પછી એક એવા દેશ પર ભારે ટૈરિફ લગાવી રહ્યા છે.

અમેરિકાને કેમ ખૂંચે છે રશિયા ?

આ ખરડો આ વર્ષના એપ્રિલ મહિનામાં ડૉનાલ્ડ ટ્રમ્પના ખાસ અને નજીકી વ્યક્તિ ગણવામાં આવતા સીનેટર લિંડસે ગ્રાહમે સંસદમાં રજૂ કર્યો હતો. આ ખરડામાં પ્રાવધાન છે કે, જો કોઇ દેશે રશિયા પાસેથી તેલ, યૂરેનિયમ, ગેસ અને પેટ્રોલિયમ પદાર્થો ખરીદ્યા છે તો તેમના પર પેનાલ્ટી લગાવવામાં આવશે. આ ખરડામાં ભારત-ચીન જેવા દેશો પર રશિયાથી ઉર્જા મેળવવા માટેના ઉત્પાદનો ખરીદવા અંગે 500 ટકા ટૈરિફ લગાવવાનો પ્રસ્તાવ પણ છે. જેઓએ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવામાં કોઇ પ્રયાસ નથી કર્યા. આમાંથી સૌથી વધુ ટૈરિફ બ્રાઝીલ પર લાદવામાં આવ્યુ છે. બ્રાઝીલ પર ટ્રમ્પે 50 ટકા ટૈરિફ લગાવ્યુ છે. હવે રશિયાને મેળવવા માટે ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતને નિશાન બનાવ્યુ છે. તેઓએ સંકેત આપ્યા છે કે, Sanctioning Russia Act 2025 એટલે મોસ્કો પર પ્રતિબંધ લગાવવા માટે નવા કાયદા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.

ભારત અને ચીન પર કેમ દબાણ ?

ભારત અને ચીન રશિયા પાસેથી 70 ટકા તેલ ખરીદે છે. તેથી અમેરિકા આ બન્ને દેશને ટાર્ગેટ કરે છે. અને રશિયા પર આડકતરી રીતે નિશાન સાધવા માગે છે. અમેરિકાના સીનેટર લિંડસે ગ્રાહમે જણાવ્યુ હતુ કે, જો તમે રશિયા પાસેથી વસ્તુઓ ખરીદો છો અને યૂક્રેનને મદદ નથી કરતા તો તમારી પર 500 ટકા ટૈરિફ લગાવવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ અગાઉ વિવિધ દેશો પર ટૈરિફ લગાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાનો માહોલ ઉભો કર્યો છે.