અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ નીતિને કારણે વૈશ્વિક વેપાર જગતમાં ભૂકંપ સર્જાયો છે. આ નીતિ હેઠળ, અમેરિકાએ તેના વેપારી ભાગીદારો પર 10 થી 50% સુધીના ટેરિફ લાદ્યા છે. જે 7 ઓગસ્ટથી લાગૂ કરવામાં આવશે. ભારત એવા દેશોમાંનો એક છે જેમણે ટ્રમ્પની બધી શરતો સ્વીકારી ન હતી. પરિણામ 25% નો સીધો કર લાદવામાં આવ્યો છે.


ભારત-અમેરિકા ટેરિફ વોર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ટીમ હવે વધુ ટેરિફ લાદવાની ધમકી પણ ભારતને આપી રહી છે. ભારતની સાથે, દુનિયાના કેટલાક દેશો એવા છે જેમણે ટ્રમ્પના ટેરિફ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેઓ દબાણનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમના મુદ્દા પર અડગ છે. અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદ્યો છે, જે શરૂઆતમાં 26% નક્કી કરવામાં આવ્યો હતો. આ પાછળનું એક મુખ્ય કારણ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ અને શસ્ત્રોની ખરીદી હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને રશિયા સાથેની નિકટતા માટે ભારત પર સંભવિત દંડની ચેતવણી આપી હતી. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ યુદ્ધ શરૂઆતથી જ સૌથી મોટું રહ્યું છે. અમેરિકાએ ચીન પર 145% સુધીનો ભારે ટેરિફ લાદ્યો. ચીન પણ નમવાના મૂડમાં નહોતું, તેણે પણ જવાબમાં અમેરિકા પર 125% ટેરિફ લાદ્યો. બાદમાં ટેરિફ દર ઘટાડવામાં આવ્યો. અમેરિકાએ ચીન પર 30% ટેરિફ લાદ્યો છે અને ચીને અમેરિકા પર 10% ટેરિફ લાદ્યો છે. જોકે, બંને દેશો વચ્ચે ટેરિફ પર વાટાઘાટોનો દોર હજુ પણ ચાલી રહ્યો છે.

બ્રાઝિલ લેશે WTOની મદદ

બ્રાઝિલ એવા દેશોમાંનો એક છે જેના પર અમેરિકાએ સૌથી વધુ 50% ટેરિફ લાદ્યો છે. પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. બ્રાઝિલ આ મુદ્દે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જવાની યોજના બનાવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે બ્રાઝિલે અમેરિકાના દબાણને સીધું સ્વીકાર્યું નથી. ટ્રમ્પે બ્રાઝિલના રાષ્ટ્રપતિને તેમની સાથે વાત કરવાની ઓફર પણ કરી હતી, જેને લુલાએ નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આ મુદ્દે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવા માંગે છે. યુએસએએ કેનેડા પર 35% ટેરિફ લાદ્યો હતો, જે 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. પરંતુ USMCAને કારણે, મોટાભાગના કેનેડિયન સામાને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, ચીનની જેમ, કેનેડાએ પણ અમેરિકા પર બદલો લેનારા ટેરિફ લાદ્યા છે. 

  • Follow us on: