અમેરિકાની મિત્રતાની રાજનીતિ હવે તેની વિરુદ્ધ જઇ રહી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે વિશ્વમાં સાથી દેશોને સાથે રાખતું વોશિંગ્ટન હવે એક પછી એક તેના મિત્રો ગુમાવતું જોવા મળી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની "અમેરિકા ફર્સ્ટ પોલિસી" અને દરેક દેશ પર ટેરિફ લાદવાની વ્યૂહરચના. ભારતથી લઈને યુરોપ અને એશિયા સુધી, હવે તે દેશો પણ જે એક સમયે તેના મજબૂત ભાગીદાર માનવામાં આવતા હતા તેઓ અમેરિકાથી દૂર થવા લાગ્યા છે.
ટેરિફ વોરના ગંભીર પરિણામ
આ અમેરિકા માટે વધુ મોટો ફટકો હોઈ શકે છે. જે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે વોશિંગ્ટન ઇચ્છે છે કે ભારત ચીનથી દૂર રહે, રશિયા સાથેની નિકટતા ઘટાડે અને સંપૂર્ણપણે યુએસ કેમ્પમાં આવે. પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું છે. તેના માટે પહેલો અને છેલ્લો માપદંડ રાષ્ટ્રીય હિત છે. અને હવે જ્યારે દક્ષિણ કોરિયા જેવો મહત્વપૂર્ણ એશિયન દેશ પણ બેઇજિંગ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે યુએસ વ્યૂહરચનાના મૂળિયા હચમચી જવાના છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે ચીનમાં એક ખાસ પ્રતિનિધિમંડળ મોકલ્યું હતુ. આ મુલાકાત સંયોગથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 33મી વર્ષગાંઠ પર થઈ હતી. આ ચાર દિવસીય મુલાકાતનું નેતૃત્વ ભૂતપૂર્વ નેશનલ એસેમ્બલી સ્પીકર પાર્ક બ્યુંગ-સુગ કરી રહ્યા છે, જેઓ રાષ્ટ્રપતિના વ્યક્તિગત પત્ર સાથે બેઇજિંગ પહોંચ્યા હતા. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, આ પ્રતિનિધિમંડળમાં શાસક ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો કિમ તાઈ-ન્યોન અને પાર્ક જંગ ઉપરાંત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોહ તાઈ-વુના પુત્ર રોહ જે-હુનનો સમાવેશ થાય છે.
અમેરિકા માટે ફટકો ?
ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના પર અસર: અમેરિકા ઇચ્છે છે કે દક્ષિણ કોરિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ચીનને ઘેરી લેવા માટે તેની સાથે હાથ મિલાવશે. પરંતુ જો સિઓલ બેઇજિંગ સાથે સંબંધો સુધારે છે. તો તે કોરિયાને તેના છાવણીમાં રાખવાની અમેરિકાની વ્યૂહરચના નબળી પાડશે.
ચીન-રશિયા નિકટતા પર સંતુલન: યુક્રેન યુદ્ધ અને તાઇવાન વિવાદ પહેલાથી જ અમેરિકા માટે માથાનો દુખાવો છે. આવા સમયે દક્ષિણ કોરિયાનો ચીન તરફનો ઝુકાવ વોશિંગ્ટન માટે વધુ અસ્વસ્થતાપૂર્ણ પરિસ્થિતિ ઊભી કરશે.
ટેકનોલોજીકલ અને સપ્લાય ચેઇન ડિપ્લોમસી: અમેરિકા ચીનથી વિશ્વની ચિપ્સ અને ટેકનોલોજી સપ્લાય ચેઇનને દૂર કરીને ફ્રેન્ડ-શોરિંગ કરવા માંગે છે. પરંતુ જો દક્ષિણ કોરિયા સંતુલન બનાવવાનું શરૂ કરે છે. તો તે અમેરિકન પ્રયાસોને નબળા પાડશે.
ભારતને કેવી થશે અસર ?
વ્યૂહાત્મક સંતુલન: ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. પરંતુ ચીન સાથે સ્થિરતા જાળવી રાખવી તેની મજબૂરી પણ છે. જો દક્ષિણ કોરિયા અને ચીન નજીક આવે છે. તો ભારતને પૂર્વ એશિયામાં નવા પાવર બેલેન્સનો સામનો કરવો પડશે.
આર્થિક તકો: ભારત અને દક્ષિણ કોરિયા પહેલાથી જ ટેકનોલોજી, સંરક્ષણ અને વેપારમાં સાથી છે. જો સિઓલ બેઇજિંગ તરફ ઝુકાવશે, તો તે ભારત માટે સંકેત હશે કે તેણે ચીન સાથે સ્પર્ધા અને સહયોગ બંનેને પણ સંતુલિત કરવા પડશે.