અમેરિકાની અર્થ વ્યવસ્થા હાલના દિવસોમાં સંકટનો સામનો કરી રહી છે. એક તરફ 37 ટ્રિલિયન ડૉલરનું દેવુ છે. તો બીજી તરફ, મોટી-મોટી કંપનીઓના ફાટક બંધ થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે દેવું અંગેનો ભાર હળવો કરવા માટે રેસિપ્રોકલ ટૈરિફ લગાવ્યા છે. તેઓએ દાવો કર્યો છે કે, આના દ્વારા સરકારની આવક વધશે. અને દેવું અંગેનો ભાર પણ ઓછો થશે. પરંતુ 6 મહિનામાં 371 મોટી કંપનીઓ બંધ કરાઇ છે. જે છેલ્લા 15 વર્ષની તુલનામાં મોટી સંખ્યા છે.
કંપનીઓની હાલત કેમ ખરાબ ?
અમેરિકામાં છેલ્લા 6 મહિનાથી વેપાર ક્ષેત્રે મોટો પડકાર જોવા મળી રહ્યો છે. અહીં મોટી કંપનીઓ પોતાના કામ બંધ કરી રહી છે. આ વર્ષના જૂન મહિનામાં 63 કંપનીઓએ બેંકરપ્સી માટે અરજી કરી છે. સૌથી મોટું નુકસાન ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરને થયુ છે. જ્યાં 58 કંપનીઓ બંધ થઇ છે. આ ઉપરાંત 50 કંપનીઓ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને 27 કંપનીઓ હેલ્થકેર સેક્ટરની છે. વર્ષ 2010માં 468 કંપનીઓ કંગાળ થઇ હતી. યુએસમાં હાલ 'મેક અમેરિકા ગ્રેટ અગેન' અભિયાન શરુ છે. અને એવા સમયે કંગાળીની સ્થિતિ જોવા મળી રહી છે.
શું Tariff નીતિ છે જવાબદાર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પે જણાવ્યુ હતુ કે, રેસિપ્રોકલ ટૈરિફના કારણે વિદેશી આયાતો પર રોક લાગશે અને અમેરિકીની કંપનીઓને ફાયદો થશે. સરકારને ટેક્સના માધ્યમથી વધુ આવક થશે. અને 37 ટ્રિલિયન ડૉલરનું દેવુ હળવું કરી શકાશે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે, ટૈરિફના કારણે કંપનીઓ પર ટેક્સની કિંમત વધી રહી છે. જેના કારણે વેપાર ક્ષેત્રે વધુ નુકસાન થઇ રહ્યુ છે. અર્થશાસ્ત્રીઓએ જણાવ્યુ હતુ કે, ટૈરિફના કારણે ફાયદો માત્ર નાના ઉદ્યોગોને થયો છે. પરંતુ મોટા સ્તરે કંપનીઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે.