ડૉનાલ્ડ ટ્રમ્પે ફાર્મા પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેના કારણે ભારતીય કંપનીઓને મોટી અસર થઇ શકે છે.
ફાર્મા કંપનીઓ પર નિશાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે ફરી નવી જાહેરાત કરતા જોવા મળ્યા છે. હવે તેઓએ ફાર્મા કંપનીઓ પર નિશાન સાધ્યુ છે. ટ્રમ્પ સરકારે ફાર્મા સેક્ટર પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત અરબો રૂપિયાની દવાઓ અમેરિકાને નિકાસ કરે છે. અને ટ્રમ્પની આ નવી જાહેરાતના કારણે કંપનીઓ પર ભારે અસર જોવા મળશે. પહેલા જ અમેરિકા ભારત પર 50 ટકા ટેરિફ લગાડી ચુક્યુ છે. જેના કારણે બજારમાં હલચલ જોવા મળી છે.
Also Read
Donald Trump New Tariff: ટ્રમ્પનો ફાર્મા પર 100% ટેરિફ.. આ ફાર્મા કંપનીઓના શેરમાં જબરદસ્ત ઘટાડો
Tariff on Pharma Products: ટ્રમ્પે ફરી આપ્યો ઝટકો, ફાર્મા પ્રોડક્ટ્સ પર 100%, કિચન કેબિનેટ પર 50% અને ટ્રક પર 30% ટેરિફ
Tariff પછી ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર બંદર પર છૂટ સમાપ્ત કરી, શું સમસ્યાઓ વધશે?
ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી પર નજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, 1 ઓક્ટોબર 2025થી તમામ બ્રાન્ડેડ અને પેટેન્ટેડ દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. જો તેમની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અમેરિકામાં પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપિત નહી કરે. આ પગલાના કારણે ભારતને 30 અરબ ડૉલરની દવા નિકાસ બજાર પર અસર પડશે. ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી દુનિયાની ત્રીજી સૌથી મોટી કંપની છે. અમેરિકાની જેનેરિક દવાઓ 40% અને બ્રિટનની 25% દવાઓની આપૂર્તિ કરે છે.
ફાર્મા ક્ષેત્રને થશે અસર
ફાર્મા ક્ષેત્રને કેન્દ્ર સરકારે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના અને સ્ટ્રેથનિંગ ઓફ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ જેવી યોજનાઓમાંથી સમર્થન આપ્યુ છે. 15 હજાર કરોડની PLI યોજના હેઠળ કેન્સર અને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીઓની દવાઓ બનાવવા માટે 55 પ્રોજેક્ટ્સ પર રોકાણ કરવામાં આવી રહ્યુ છે. 500 કરોડ રૂપિયાની SPI યોજનાનાની કંપનીઓ પ્રતિસ્પર્ધી બનાવવા અને લેબ્સને આધુનિક કરવા માટે મદદ કરી રહી છે.










