એલન મસ્કની Starlinkને ભારત સરકારે મંજૂરી આપી છે. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરુ કરવા માટે મંજૂરી મળી ગઇ છે. Starlinkથી અંતરિયાળ ગામડાંઓમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ મેળવી શકાશે. Starlink ભારતમાં Jio અને OneWebને પણ ટક્કર આપી શકશે. તેવી ચર્ચાઓ તેજ થઇ છે. ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિ એક નવા વળાંક પર છે. ત્યારે એલન મસ્કના Starlinkની હાજરી હવે દેશમાં જોવા મળશે.


શું છે Starlink ?

Starlink એલન મસ્કની સ્પેસ ટેક્નોલોજી કંપની SpaceXનો એક પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો હેતું દુનિયાના દરેક ખૂણે સુધી ઝડપી ઇન્ટરનેટ પહોંચાવવું છે. અને તે પણ સેટેલાઇટના માધ્યમથી. એટલે ટાવર અને કેબલ વગર દરેક સ્થળે ઇન્ટરનેટ પહોંચાડવામાં આવશે. Starlink વર્ષ 2022થી ભારતમાંથી લાઇસેન્સ મેળવવા માટે રાહ જોઇ રહ્યુ છે. અને ગયા મહિને જ તેને આ લાઇસન્સ પ્રાપ્ત થયુ છે. અને હવે કંપની લોન્ચિંગ માટે તૈયાર છે. ભારતમાં હમણા સુધી બે કંપનીઓ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મંજૂરી મેળવી ચુકી છે. Eutelsats OneWeb, Reliance Jio Satellite Communications જે મુકેશ અંબાણીની કંપનીની છે. અને હવે Starlink ત્રીજી વિદેશી કંપની બની છે જે ભારત માટે કામ કરશે.

Starlink અને Jio વચ્ચે ટક્કર? 

મંજૂરી મળ્યા બાદ Starlink હવે મહત્ત્વના પગલા લેશે. ભારત સરકાર પાસેથી સ્પેક્ટ્રમ લેવું પડશે. દેશમાં ગ્રાઉંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. આ સિવાય સિક્યોરિટી ટેસ્ટ અને ટ્રાયલ્સ દ્વારા સાબિત કરવું પડશે કે Starlink સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સુરક્ષિત અને વિશ્વાસપાત્ર છે. મસ્કની Starlink અને મુકેશ અંબાણીની Jio વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. Jio ઇચ્છે કે, સ્પેક્ટ્રમની નિલામી કરવામાં આવે. તો મસ્ક ઇચ્છે છે કે, સુધી આપી દેવામાં આવે. એલન મસ્કનું Starlink ભારતમાં મહત્ત્વનું છે. કારણ કે હજુ પણ પર્વતીય વિસ્તારો, અંતરિયાળ ગામડાઓમાં ઇન્ટરનેટ સેવા યોગ્ય રીતે પહોંચી નથી. તો Starlink હવે કેબલ અને ટાવર વિના ઇન્ટરનેટ સેવા પુરી પાડશે.

  • Follow us on: