અમેરિકાનું F-35 ફાઇટર જેટ કેલિફોર્નિયામાં ક્રેશ થયું હતુ. અગાઉ પણ આ વિમાન ટેકનિકલ ખામીને કારણે ભારતમાં તૂટી પડ્યુ હતુ. ત્યારે યુએસનું પોતાનું અદ્યતન ફાઇટર જેટ કેલિફોર્નિયામાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટના પણ કોઈ યુદ્ધ દરમિયાન બની ન હતી. આવી સ્થિતિમાં જે દેશો અમેરિકાના પ્રખ્યાત F-35 વિમાન સાથે સોદો કરી રહ્યા છે તેઓ ફરી એકવાર વિચારવા મજબૂર થશે.
F-35 વિમાન શું છે ?
F-35 લાઈટનિંગ IIએ લોકહીડ માર્ટિનની પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે. જે વિશ્વના સૌથી અદ્યતન ફાઇટર વિમાનોમાંનું એક છે. તે ત્રણ પ્રકારોમાં તૈયાર કરવામાં આવ્યું છે. F-35A એટલે પરંપરાગત ટેકઓફ અને લેન્ડિંગ માટેનું છે. F-35Bએ ટૂંકા ટેકઓફ અને વર્ટિકલ લેન્ડિંગ માટે છે. તો બીજી બાજુ F-35C એ નેવી માટે કેરિયર આધારિત છે.
F-35 વિમાન વિશેષતા
બહુચર્ચિત ફાઇટર જેટની મુખ્ય વિશેષતા તેની સ્ટીલ્થ ટેકનોલોજી છે. F-35ની આ ડિઝાઇન તેને રડારથી બચવા સક્ષમ બનાવે છે. જેના કારણે તે દુશ્મન માટે લગભગ અદ્રશ્ય બને છે. તેનું એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડાર, ડિસ્ટ્રિબ્યુટેડ એપરચર સિસ્ટમ અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ પાયલટને 360-ડિગ્રી યુદ્ધભૂમિ માહિતી પૂરી પાડે છે. આ વિમાન હવા, સમુદ્ર અને જમીન પરના અન્ય લશ્કરી એકમો સાથે રીઅલ-ટાઇમ ડેટા શેર કરે છે.
કયા દેશોમાં છે F-35 ?
F-35 માટે સોદો કરનારા દેશોમાં વિશ્વના 20 દેશોનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ, વાયુસેના, નૌકાદળ અને મરીન કોર્પ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા 2500થી વધુ વિમાનોની યોજના છે. યુનાઇટેડ કિંગડમ 48 F 35Bs ઓર્ડર કર્યા છે. કુલ 138 માટે આયોજન છે. ઇટાલીએ 17 F 35A અને 3 F 35B ડિલિવર કર્યા છે. કુલ 75 ઓર્ડર છે. જાપાનમાં 105 F 35A અને 42 F 35B ઓર્ડર, મિત્સુબિશી દ્વારા એસેમ્બલી, ઇઝરાયલ 42 F 35I, કુલ 75 ઓર્ડર છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, નોર્વે, નેધરલેન્ડ્સ, દક્ષિણ કોરિયા, ડેનમાર્ક અને કેનેડાએ પણ તેને અપનાવ્યું છે. આ ઉપરાંત, રોમાનિયા, ચેક રિપબ્લિક અને ગ્રીસે તાજેતરમાં ઓર્ડર આપ્યા છે. F-35 ની કિંમત લગભગ $2 ટ્રિલિયન છે અને તેની ડિલિવરીમાં વિલંબે તેને વધુ વિવાદાસ્પદ બનાવ્યું છે.