ભારત અને અમેરિકા વચ્ચે જલ્દી જ એક મહત્ત્વના વેપારી કરાર થવા જઇ રહ્યા છે. ભારત આ મામલે અમેરિકાના સતત સંપર્કમાં છે. અને તેમની સાથે વાતચીત થઇ રહી છે. આ સંવાદ અંતિમ તબક્કામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ આગામી 48 કલાકમાં ટ્રેડ ડીલ ફાઇનલ થઇ શકે છે. આ મામલે દિલ્હી અને વોશિંગટન ડીસી સતત એકબીજા સાથે જોડાયેલા છે. ભારત તરફથી ટ્રેડ ટીમ આ સમયે વોશિંગટન ડીસીમાં ઉપસ્થિત છે. અને તમામ દસ્તાવેજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


ટેરિફ મામલે અટક્યો મુદ્દો

ભારત અને અમેરિકાએ ડીલ ફાઇનલ કરવા માટે 9 જુલાઇની તારીખ નક્કી કરી છે. પરંતુ આગામી 48 કલાકમાં એક નાની વેપારી સમજૂતી હાથ ધરાઇ શકે છે. આ દરમિયાન અમેરિકા ટેરિફ મામલે પણ પોતાના વિચારો બદલી શકે છે. આ મુલાકાત દરમિયાન બન્ને દેશ પોત પોતની અમુક વાતો પર મક્કમ છે. અમેરિકાની માગ છે કે ભારત જેનિટિકલી મોડિફાઇડ ખેતી માટે પોતાના બજાર ખુલ્લા રાખે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપારી કરાર યુવાઓ માટે ફાયદાકારક નિવડી શકે છે.

બન્ને દેશ વચ્ચે શું છે માગ ?

અમેરિકા ભારત પાસેથી ટ્રેડ ડીલને લઇને વિવિધ માંગ કરી રહ્યુ છે. અમેરિકા ભારતના ડેરી અને ખેતી ઉદ્યોગમાં પોતાની દખલઅંદાજી વધારવા માગ છે. આ સિવાય ભારત શુઝ, કપડા અને ચામડામાંથી બનેલી વસ્તુઓ પર ટેરિફ મામલે દબાણ કરી રહ્યુ છે. આવી જ રીતે અમેરિકા અને ભારત બન્ને દેશ પોતાના મુદ્દાઓ રજૂ કરીને એક સમજૂતી કરાર બનાવવા માગે છે. અને જો ટેરિફ મામલે કોઇ મક્કમ નિર્ણય ન લેવામાં આવે તો ટ્રેડ ડીલ કરારમાં વિક્ષેપ પડી શકે છે. તો આ તરફ, ભારત માટે સૌથી મોટો મુદ્દો હાલમાં એક માત્ર ટેરિફ જ છે. તેથી ભારત હાલ એવા કોઇ સમજૂતી કરાર નથી કરવા માંગતુ જેમાં ટેરિફ મામલે કોઇ સમાધાન ન કરવામાં આવ્યુ હોય.  

  • Follow us on: