જ્યાં ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને હરાવ્યું જ નહીં, પરંતુ ચીન અને તુર્કીની સંરક્ષણ પ્રણાલીઓને પણ હરાવી દીધી હતી. હવે ભારતે અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ હરાવ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન 100થી વધુ આતંકીઓના ઠેકાણાનો નાશ કરાયો હતો. તો સાથે જ મિસાઇ હુમલા કરીને ભારતની શક્તિનો પરચમ પણ લહેરાવ્યો હતો. સમગ્ર દુનિયાએ ભારતની તાકાત જોઇ હતી. અને તેની પાસે રાખેલા હથિયારો પણ જોવા મળ્યા હતા.
શેર માર્કેટમાં ઉથલપાથલ
ભારત, અમેરિકા અલગ અલગ મોરચે વિવિધ પ્રકારના યુદ્ધો લડી રહ્યા છે. પરંતુ એક યુદ્ધ એવું છે જેમાં અમેરિકા અને ભારત સામસામે છે. જેમાં ભારતે જીત મેળવી છે. રિપોર્ટ અનુસાર, બંને દેશોની કરન્સી વચ્ચેના યુદ્ધમાં ભારતે જીત મેળવી અને 26 પૈસાના વધારા સાથે બંધ થયું. જ્યાં એક દિવસ પહેલા ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો થયો હતો. પરંતુ યુએસ રાષ્ટ્રપતિએ 9 જુલાઈની ટેરિફ રાહતની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી છે. બીજી તરફ, શેરબજારમાં વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને કારણે રૂપિયામાં વધારો જોવા મળ્યો છે.
રૂપિયામાં સારી તેજી
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ડોલર નબળા પડવાને કારણે મંગળવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 26 પૈસા વધીને 85.68 (કામચલાઉ) પર બંધ થયો. વિદેશી ચલણ વેપારીઓના મતે, વિદેશી ભંડોળના પ્રવાહ અને મજબૂત સ્થાનિક ઇક્વિટી બજારોએ રૂપિયાને વધુ મજબૂત બનાવ્યો. ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 85.75 પર ખુલ્યો અને 85.64-85.80 ની સાંકડી રેન્જમાં ટ્રેડિંગ કર્યા પછી, 85.68 (કામચલાઉ) પર બંધ થયો, જે અગાઉના બંધ કરતા 26 પૈસા વધુ છે. સોમવારે, સ્થાનિક ચલણે 54 પૈસાનો મોટો ઘટાડો નોંધાવ્યો અને અમેરિકન ડોલર સામે 85.94 પર બંધ થયો.
રૂપિયાની તાકાત વધવાની શક્યતા
ફિનરેક્સ ટ્રેઝરી એડવાઇઝર્સ એલએલપીના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભાસાલીએ જણાવ્યું હતું કે મંગળવારે રૂપિયો મર્યાદિત રેન્જમાં રહ્યો હતો અને યુએસ-ભારત થવાની શક્યતા હતી, જેના કારણે રૂપિયામાં વધારો થયો હતો. બંધ થોડો ઊંચો હતો, પરંતુ એક નિર્ણાયક મીની-ટ્રેડ ડીલ ફરી એકવાર રૂપિયાને 85.30/40 ના સ્તર પર લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે બુધવારે સ્થાનિક ચલણ 85.30-86.00 ની રેન્જમાં રહેવાની ધારણા છે અને આજે રાત્રે કેટલાક સકારાત્મક વિકાસની અપેક્ષા છે.