ભારતને ચાબહાર પોર્ટ પર અમેરિકા પ્રતિબંધોની છૂટની અવધિને આગામી વર્ષની શરૂઆત સુધી વધારવામાં સફળતા મળી છે.
સંબંધ સુધારવા માટે ફરીવાર પ્રયાસ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદ્યા બાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. પરંતુ બન્ને દેશે આ સંબંધ સુધારવા માટે ફરીવાર પ્રયાસ હાથ ધર્યા છે. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મામલે સકારાત્મક રિપોર્ટ સામે આવ્યો છે. અને બન્ને દેશ સાથે જોડાયેલા સંબંધોમાં સારી અસર જોવા મળી છે. અને આ સંબંધો સફળ થવાના અણસાર પણ જોવા મળ્યા છે.
ટર્મિનલના વિકાસ અને સંચાલનની પરવાનગી
ભારતે ઇરાનની રણનીતિ ચાબહાર પોર્ટ પર અમેરિકા પ્રતિબંધોની છૂટની અવધિને આગામી વર્ષની શરૂઆત સુધી વધારવામાં સફળતા મળી છે. આ છૂટ ભારતના સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ ઇન્ડિયા પોર્ટસ ગ્લોબલ લિમિટેડને શહીદ બેહેશતી ટર્મિનલના વિકાસ અને સંચાલનની પરવાનગી આપશે.
ભારત માટે મહત્ત્વની રાહત
અમેરિકાએ પહેલા ઇરાન સાથે જોડાયેલા પોર્ટ પ્રતિબંધ છૂટ રદ્દ કરવાની સમય મર્યાદા 29 સ્પ્ટેમ્બર નક્કી કરી હતી. પરંતુ હવે તેને કેટલાક મહિનાઓ માટે વધારવામાં આવી છે. આ રાહત ભારત માટે એટલા માટે મહત્વની છે. કારણ કે, ચાબહાર પોર્ટ મારફતે પાકિસ્તાનને દૂર કરીને અફઘાનિસ્તાનને માનવીય મદદ અને આવશ્યક સામગ્રી મોકલતો રહ્યો છે. પોર્ટ મધ્ય એશિયાઇ દેશો જેવા ઉઝબેકિસ્તાન અને કજાકિસ્તાન માટે હિંદ મહાસાગર સુધી પહોંચવા માટે મહત્તવપૂર્ણ માર્ગ છે.
