ટેરિફ વોર મામલે દુનિયાભરમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવતા આંતરરાષ્ટ્રીય બજારમાં હડકંપ જોવા મળી રહ્યો છે. રશિયા સાથેના ભારતના સંબંધો અમેરિકાને ગમી નથી રહ્યા. અમેરિકા ઇચ્છે છે કે ભારત સૌથી વધુ વેપાર અમેરિકા સાથે કરે. પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત પોતાના સંબંધોન જાળવી રહ્યુ છે. રશિયા પર દબાણ સર્જાવા અને ભારતને તેનો દંડ આપવા માટે ટ્રમ્પે વધુ 25 ટકાનો ટેરિફ લાદ્યો છે.


અમેરિકા પોતાની જાળમાં ફસાશે ?

ચિડાયેલા અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. 25 ટકા ટેરિફ આજથી લાગૂ કરાયો છે. ને બાકીનો 25 ટકા ટેરિફ 27 ઓગષ્ટના રોજ લાગૂ કરવામાં આવશે. પરંતુ ટ્રમ્પના ટેરિફથી અમેરિકન ઉત્પાદકો પણ પ્રભાવિત થઈ શકે છે. જો ભારત પોતાના વલણ પર અડગ રહેશે તો અમેરિકા પોતે જ શરણાગતિ સ્વીકારશે અને ટેરિફ સામે ઘૂંટણીએ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના નિર્ણયે અમેરિકન ઉત્પાદકો અને નીતિ નિર્માતાઓ જેવા નિષ્ણાતોને તણાવમાં મૂકી દીધા છે. અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય આત્મઘાતી હશે. તેઓ ચેતવણી આપી રહ્યા છે કે ટેરિફનો આ નિર્ણય આખરે અમેરિકા માટે વિપરીત અસર કરી શકે છે અને તેના મુખ્ય વૈશ્વિક સાથી સાથેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ભૂતપૂર્વ રિપબ્લિકન ગવર્નર ક્રિસ સુનુનુએ કહ્યુ હતુ કે, ભારત પર ટેરિફ અમેરિકન ઉત્પાદકોને સૌથી વધુ ડરાવી રહ્યા છે. ભારત ભવિષ્યમાં વિશ્વ ખેલાડી બનવા જઈ રહ્યું છે. તેઓ આપણા સાથી છે. નાટો સલાહકાર એફ ક્રિસ્ટલ કૌરે પણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધારાના 25 ટકા ટેરિફ લાદવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. નાટો સલાહકાર એફ ક્રિસ્ટલ કૌરે આ પગલાની ટીકા કરી અને તેને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક ગણાવ્યું.

ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ વોર

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ગેમને કારણે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડતા દેખાય છે. અમેરિકા દરેક સંબંધોને દાવ પર લગાવીને આગળ વધી રહ્યું છે. ગલવાન હિંસા પછી પીએમ મોદી પહેલી વાર ચીનની મુલાકાતે જવાના છે. અમેરિકા સાથેના તણાવ વચ્ચે આ એક મોટું પગલું છે. તેને અમેરિકાથી દૂરી અને ચીન સાથેની નિકટતા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ભારતમાંથી સસ્તા કાચા માલ અને ઇલેક્ટ્રોનિક્સ પર નિર્ભર અમેરિકન કંપનીઓને અસર થશે. આનાથી ઉત્પાદન ખર્ચ વધશે અને તે એપલ જેવી કંપનીઓની વૈશ્વિક સ્પર્ધાને અસર કરશે. ભારતમાંથી અમેરિકામાં આયાત થતી વસ્તુઓ જેમાં જેનેરિક દવાઓ, કાપડ, રત્નો અને ઝવેરાત અને ઇલેક્ટ્રોનિક્સ મોંઘી થશે. અમેરિકા ભારતમાંથી સસ્તી દવાઓ પર નિર્ભર છે. ટેરિફને કારણે આરોગ્ય સંભાળનો ખર્ચ વધી શકે છે.

  • Follow us on: