અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હડકંપ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ટેરિફ વોરમાં ભારત અમેરિકા પર કેટલું ટેરિફ લગાવે છે તે જાણવું પણ મહત્ત્વનું છે. ટેરિફ વોરના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. બન્ને દેશ વચ્ચે વિકટ સ્થિતિ પેદા થતી હોવાનું દેખાઇ રહ્યુ છે.
ફરી ટેરિફ વધારવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતને ફરી ટેરિફ વધારની ધમકી આપી છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યુ છે. અને હવે તેણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યુ છે. અને જણાવ્યુ છે કે, તેણે ભારત પર લગાવેલો ટેરિફ હજુ સ્પષ્ટ કર્યો નથી. ડૉનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર કહ્યુ છે કે, ભારતે અમેરિકા પર વધુ ટેરિફ લગાવ્યુ છે. અને ભારત ટેરિફનો કિંગ છે. પરંતુ ટ્રમ્પના આ તમામ દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોએ અમેરિકાનું માથુ ગરમ કર્યુ છે. ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરે છે. જે અમેરિકાને ગમતુ નથી. તેથી તેણે ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. જ્યારે આ મામલે પત્રકારોએ ડૉનાલ્ડ ટ્ર્મ્પને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેઓએ સ્પષ્ટપણે ઇન્કાર કર્યો હતો. અને ટેરિફ મામલે અફવાઓ જણાવી હતી. પરંતુ સાથે જ ટ્રમ્પે કહ્યુ હતુ કે, તેઓ ભવિષ્યમાં આવી કોઇ વાત જરુર કરશે.
ભારત કેટલા ટકા લગાવે છે ટેરિફ ?
ભારત બીજા દેશની તુલનામાં અમેરિકા પર સૌથી ઓછો ટેરિફ લગાવે છે. છેલ્લા 3 દશકમાં ભારતના ટેરિફમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષ 1990માં 56 ટકા હતુ. જે હવે માત્ર 4.6 ટકા રહી ગયુ છે. વિયેતનામ, યૂરોપીય સંઘ અને ઇન્ડોનેશિયાની તુલનામાં ઘણુ ઓછું ટેરિફ છે. યૂરોપીય સંઘનું 5 ટકા અને વિયેતનામનું 5.1 ટકા ટેરિફ છે. તો ઇન્ડોનેશિયામાં 5.7 ટકા ટેરિફ છે. ભારિત અને વેટેજ ટેરિફ સાધારણ ટેરિફના મુકાબલામાં અલગ હોય છે. ભારતનું સાધારણ ટેરિફ 15.98 ટકા છે. જે તમામ પ્રોડક્ટસ પર સામાનરુપથી લાગે છે. પરંતુ ભારિત ટેરિફ આયાતની માત્રા પર નિર્ભર કરે છે.